ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે ખુશખબર.૮.૮૨ લાખ કર્મચારીઓ અને પેન્શનરોને મળી શકે છે લાભ.મોંઘવારી ભથ્થામાં ૩ ટકાના વધારાને મંજૂરીની શક્યતા ૪ લાખથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોને મળી શકે.
ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે દિવાળી પહેલાં રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા મોંઘવારી ભથ્થા (DA) માં ૩ ટકાનો વધારો કરવાની તૈયારી હોવાના અહેવાલથી કર્મચારીઓમાં ખુશીની લાગણી જાેવા મળી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ મુદ્દે ચર્ચા થઈ હોવાનું જાણવા મળે છે. જાેકે, આ અંગેની સત્તાવાર જાહેરાત અને અમલીકરણની તારીખની વિગતો જાહેર થવાની બાકી છે.
રાજ્યમાં ૪ લાખથી વધુ સક્રિય સરકારી કર્મચારીઓ અને અંદાજે ૪.૮૨ લાખ પેન્શનરો મોંઘવારી ભથ્થાના વધારાની રાહ જાેઈ રહ્યા છે.
જાે ૩ ટકાનો વધારો અમલમાં આવશે તો આ વિશાળ કર્મચારી અને પેન્શનર વર્ગને આર્થિક રાહત મળી શકે છે. નવા દર કઈ તારીખથી લાગુ થશે અને કયા કર્મચારીઓને તેનો લાભ મળશે તે અંગે સત્તાવાર પરિપત્ર બાદ જ સ્પષ્ટતા થશે.
ઉલ્લેખનીય છે કે મે ૨૦૨૬માં રાજ્ય સરકારે સાતમા પગારપંચ હેઠળ મોંઘવારી ભથ્થામાં ૨ ટકાનો વધારો કર્યો હતો. જેના પગલે ડ્ઢછનો દર ૫૮ ટકાથી વધીને ૬૦ ટકા થયો હતો. હવે વધુ ૩ ટકાનો વધારો મંજૂર થાય તો મોંઘવારી ભથ્થાનો દર વધીને ૬૩ ટકા થઈ શકે છે.
જાે કોઈ કર્મચારીનો મૂળ પગાર રૂ.૩૦,૦૦૦ હોય તો હાલના ૬૦ ટકા ડ્ઢછ પ્રમાણે તેને દર મહિને રૂ.૧૮,૦૦૦ મોંઘવારી ભથ્થું મળે છે. ૩ ટકાના વધારા બાદ ડ્ઢછ ૬૩ ટકા થાય તો આ રકમ રૂ.૧૮,૯૦૦ થશે. એટલે કે કર્મચારીના માસિક પગારમાં રૂ.૯૦૦નો વધારો થઈ શકે છે. કેબિનેટ બેઠકમાં કર્મચારીઓના પ્રશ્નો ઉપરાંત ખેડૂતો અને સિંચાઈના પાણીના આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આગામી શિયાળુ પાક માટે પાણીની ઉપલબ્ધતા અને ફાળવણી અંગે સરકાર દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે.
સૌપ્રથમ પીવાના પાણીનો જથ્થો અનામત રાખ્યા બાદ વધારાનું પાણી શિયાળુ પાક માટે ફાળવવા અંગે ર્નિણય લેવામાં આવી શકે છે. સૌરાષ્ટ્રમાં સૌની યોજના અને ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજના હેઠળ સિંચાઈ માટે પાણીની ઉપલબ્ધતાની સમીક્ષા પણ કરવામાં આવશે.
સરકારી કર્મચારીઓ માટે ૯ નવેમ્બર, સોમવારના રોજ પડતર દિવસ નિમિત્તે જાહેર રજા રાખવા અંગે પણ સૈદ્ધાંતિક સંમતિ મળી હોવાનો અહેવાલ છે. આ રજાના બદલામાં ૧૨ ડિસેમ્બરના બીજા શનિવારે કચેરીઓમાં કામગીરી કરવાનો પ્રસ્તાવ છે. આ અંગેનો અંતિમ ર્નિણય અને સત્તાવાર પરિપત્ર જાહેર થયા બાદ જ રજાની સ્થિતિ સ્પષ્ટ થશે.
દિવાળી પહેલાં મોંઘવારી ભથ્થામાં સંભવિત વધારો અને રજાના મુદ્દે લેવાયેલા ર્નિણયોને લઈને રાજ્યના સરકારી કર્મચારીઓની નજર હવે સરકારની સત્તાવાર જાહેરાત પર ટકેલી છે.




