
જૂની યાદો નવા ચહેરાઓ સાથે તાજી થશે.હેરી પોટર: નવા ચહેરાઓ સાથે ઓલ્ડ મેજિકનું પુનરાગમન.લોકપ્રિય ટીવી સિરીઝનું ટીઝર રિલીઝ, ૨૦૨૬ના ક્રિસમસમાં નવા ચહેરાઓ સાથે ઓલ્ડ મેજિક પરત ફરશે.“હેરી પોટર” ટીવી સિરીઝનું ટ્રેલર ૐમ્ર્ં એ રિલીઝ કર્યું છે. વીતેલા સમયની અત્યંત લોકપ્રિય ટીવી સિરીઝ હવે નવા કલાકારો સાથે ૨૦૨૬ ના ક્રિસમસમાં રિલીઝ થશે., આ સિરીઝ જે.કે. રોલિંગના પુસ્તકોનું વિસ્તૃત રૂપાંતરણ હશે, જેમાં ડોમિનિક મેકલોફલિન હેરી પોટરની મુખ્ય ભૂમિકા ભજવશે.લાંબી રાહ જાેવડાવ્યા પછી અને કાસ્ટિંગ સસ્પેન્સ પછી, હેરી, રોન અને હર્મિઓન ફરી એકવાર સ્ક્રીન પર પાછા ફરી રહ્યા છે.
ૐમ્ર્ં એ નવી “હેરી પોટર” ટીવી સિરીઝનું પહેલું ટીઝર રિલીઝ કર્યું છે. આ શો ૨૦૨૬ ના ક્રિસમસમાં અપેક્ષા કરતા ઘણો વહેલો રિલીઝ થશે. આ લોકપ્રિય શોની પહેલી સીઝન જે.કે. રોલિંગના પહેલા પુસ્તક, “હેરી પોટર એન્ડ ધ ફિલોસોફર્સ સ્ટોન” પર આધારિત હશે. તેમાં, હેરી અને તેના મિત્રોને ૧૧ વર્ષના બાળકો તરીકે હોગવર્ટ્સની જાદુઈ ટ્રેનમાં પહેલી વાર મળતા જાેવા મળશે.“હેરી પોટર” ટીવી સિરીઝના બે મિનિટના ટ્રેલરમાં ૨૦૦૧ની પ્રશંસનીય ફિલ્મની કેટલીક મુખ્ય ક્ષણોની ઝલક જાેવા મળે છે. તેમાં હેરીની હેગ્રીડ સાથેની પહેલી મુલાકાત, સોર્ટિંગ હેટ સીન અને તેનો પહેલો ક્વિડિચ મેચ દર્શાવવામાં આવ્યો છે. મુખ્ય ભૂમિકાઓ માટે નવા કલાકારોને કાસ્ટ કરવામાં આવ્યા છે. ડોમિનિક મેકલોફલિન હેરી પોટરનું પાત્ર ભજવશે, અરાબેલા સ્ટાઉન્ટન હર્મિઓન ગ્રેન્જરનું પાત્ર ભજવશે, અને એલિસ્ટર સ્ટાઉટ રોન વેસ્લીનું પાત્ર ભજવશે.જાેન લિથગો ડમ્બલડોરનું પાત્ર ભજવશે. જ્યારે પાપા એસીડુ પ્રોફેસર સ્નેપનું પાત્ર ભજવશે. આ શ્રેણીનું દિગ્દર્શન “સક્સેશન” ફેમ ળાન્સેસ્કા ગાર્ડિનર દ્વારા કરવામાં આવી રહ્યું છે અને કડક સુરક્ષા હેઠળ ઇંગ્લેન્ડના લીવ્સડેન સ્ટુડિયોમાં ફિલ્માંકન ચાલી રહ્યું છે.આ ટીવી સિરીઝ ફક્ત રિમેક નથી, પરંતુ પુસ્તકો પર આધારિત રસપ્રદ શ્રેણી છે. વોર્નર બ્રધર્સ એક્ઝિક્યુટિવ્સ માને છે કે તે સ્ટ્રીમિંગ ઇતિહાસમાં સૌથી મોટી ઘટના હશે. આ શો પુસ્તકોની નાની વાર્તાઓ અને પાત્રોને ફિલ્મો કરતાં વધુ વિગતવાર શોધશે. મૂળ ફિલ્મના સ્ટાર ડેનિયલ રેડક્લિફે પણ નવા કલાકાર ડોમિનિકની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે તેમને વિશ્વાસ છે કે તેઓ આ ભૂમિકા તેમના કરતા પણ સારી રીતે ભજવશે.કેટલાક ચાહકો પ્રોફેસર સ્નેપની ભૂમિકા માટે પાપા એસીડુ, એક કાળા અભિનેતાને કાસ્ટ કરવા સામે સોશિયલ મીડિયા પર વિરોધ કરી રહ્યા છે. એસીડુએ ખુલાસો કર્યાે છે કે તેમને આ ભૂમિકાને કારણે જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી છે. તેમણે કહ્યું કે તે દુ:ખદ છે, પરંતુ તેઓ આ નફરતનો ઉપયોગ તેમના અભિનયને સુધારવા માટે કરશે. તેઓ કહે છે કે હેરી પોટરની વાર્તા નફરત પર પ્રેમની જીત વિશે છે અને તેઓ આ સંદેશા સાથે કામ કરી રહ્યા છે.પુસ્તક લેખક જે.કે. રોલિંગ શ્રેણીના એક્ઝિક્યુટિવ નિર્માતા છે. કેટલાંક અંગત નિવેદનોને કારણે તેને સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાનો સામનો કરવો પડ્યો છે, પરંતુ ૐમ્ર્ં અધિકારીઓએ તેમનો બચાવ કર્યાે છે. તેઓ કહે છે કે રોલિંગના પોતાના વ્યક્તિગત અને રાજકીય વિચારો હોઈ શકે છે, પરંતુ તે શોની વાર્તા પર નકારાત્મક અસર કરશે નહીં. આ ક્રિસમસ પર આ શ્રેણી ૐમ્ર્ં સ્ટ્ઠટ પર આવશે.





