
મદ્રાસ હાઈકોર્ટનો એક ચુકાદો રદ કરીને સુપ્રીમ કોર્ટે મહત્વની સ્પષ્ટતા કરી કોઈને ‘બાસ્ટર્ડ’ કહેવું એ ગુનો નથી: સુપ્રીમ કોર્ટનું અવલોકન જમીન પર વાડ લગાવવા બાબતે થયેલી બોલાચાલીમાં આરોપીઓએ કથિત રીતે અપશબ્દોનો ઉપયોગ કર્યાે હતો
સુપ્રીમ કોર્ટે હાલમાં જ અશ્લીલ પ્રકારના ‘અપશબ્દો’ બોલવા અંગે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટની બેન્ચે પોતના ચુકાદામાં કહ્યું કે, આધુનિક યુગમાં ઉગ્ર ચર્ચા દરમિયાન ‘બાસ્ટર્ડ’ કે ‘બેશરમ’ જેવા શબ્દોનો પ્રયોગ સામાન્ય બની ગયો છે. આવા શબ્દો કોઈની કામુક રુચિ જગાડવા માટે પૂરતા નથી. માત્ર અપશબ્દો બોલવા એ કાયદાની નજરમાં અશ્લીલતા નથી.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ પી.એસ. નરસિમ્હા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે સ્પષ્ટતા કરી કે, કાયદાની કલમ ૨૯૪ હેઠળ ગુનો ત્યારે જ બને જાે શબ્દોમાં કોઈ જાતીય કે કામુક તત્વ રહેલું હોય. સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે આઈપીસીમાં ‘અશ્લીલ’ શબ્દની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા નથી. જાેકે, કલમ ૨૯૨ મુજબ અશ્લીલતામાં એવી સામગ્રીનો સમાવેશ થાય છે જે કામુક રુચિ જગાડે. આ સાથે, સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટના એ આદેશને રદ કર્યાે છે જેમાં બે વ્યક્તિઓને કલમ ૨૯૪(બી) હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ કેસ પારિવારિક મિલકતના વિવાદ સાથે જાેડાયેલો હતો.જમીન પર વાડ લગાવવા બાબતે થયેલી બોલાચાલીમાં આરોપીઓએ કથિત રીતે અપશબ્દોનો ઉપયોગ કર્યાે હતો. રાજ્ય સરકારે દલીલ કરી હતી કે ગાળો આપવી એ અશ્લીલતા છે, પરંતુ સુપ્રીમ કોર્ટે આ દલીલ ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે આ શબ્દોમાં કોઈ જાતીય તત્વ ન હોવાથી તેને અશ્લીલ માની શકાય નહીં, તેથી આરોપીઓની સજા ટકી શકે તેમ નથી.





