પત્રકાર નિધિ રાજદાન સાથે બીજા લગ્ન કર્યા જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ બીજા લગ્ન કર્યા આ ખબર પર અત્યાર સુધી ચાલી રહેલી અટકળોની વચ્ચે ઉમર અબ્દુલ્લાએ ખુદ સોશિયલ મીડિયા પર તસ્વીર શેર કરી જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ ૫૬ વર્ષની ઉંમરે પોતાની જિંદગીની નવી શરુઆત કરી દીધી છે. તેમણે પત્રકાર નિધિ રાજદાન સાથે લગ્ન કરી લીધા છે. આ ખબર પર અત્યાર સુધી ચાલી રહેલી અટકળોની વચ્ચે ઉમર અબ્દુલ્લાએ ખુદ સોશિયલ મીડિયા પર તસ્વીર શેર કરીને એલાન કરી દીધું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર તસવીરો સાથે લખ્યું કે, કાલે એક નવી યાત્રા શરુ થઈ. આ પોસ્ટ તેમણે નિધિ રાજદાનને ટેગ કરી છે. ઉમરની આ પોસ્ટ સામે આવતા જ તેમના લગ્નના સમાચારોની પુષ્ટિ થઈ ગઈ. હવે આ પર્સનલ ખુશીના અવસર પર દિલ્હીમાં શનિવારે એક ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને લઈ પહેલાથી રાજકીય ગલિયારામાં ઘણી ચર્ચા થઈ રહી છે. દિલ્હીના પૃથ્વીરાજ રોડ સ્થિત જમ્મુ કાશ્મીર હાઉસમાં ડિનર માટે ખાલી ૭૧ સિલેક્ટેડ મહેમાનોને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. મહેમાનોની યાદીમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, રોબર્ટ વાડ્રા અને મહેબૂબી મુફ્તી જેવા મોટા નામ સામેલ છે. આ ઉપરાંત ડેરેક ઓબ્રાયન, કપિલ સિબ્બલ, નિશિકાંત દુબે અને પવન ખેડાને પણ આમંત્રણ મળ્યું છે. હવે લગ્નની પુષ્ટિ બાદ થનારા આ આયોજન રિસેપ્શન તરીકે પણ ખાસ થઈ ગયું છે. ઉમર અબ્દુલ્લાના પહેલા લગ્ન પાયલ નાથ સાથે ૧ સપ્ટેમ્બર ૧૯૯૪ના રોજ થયા હતા. બંને ૨૦૦૯થી અલગ રહેતા હતા. ઉમરે ૨૦૧૧માં સાર્વજનિક રીતે અલગ થવાની વાત કહી હતી. ત્યાર બાદ તલાકનો કેસ લાંબા સમયથી કોર્ટમાં ચાલી રહ્યો હતો. ફેમિલી કોર્ટ અને દિલ્હી હાઈકોર્ટમાં પહેલા તેમના તલાકની અરજી ફગાવી દીધી. આખરે ૩૧ જૂલાઈ ૨૦૨૬ના રોજ સુપ્રીમ કોર્ટમાં આપસી સહમતિના આધાર પર તલાક મંજૂર કરી દીધા. હવે તેના થોડા સમય બાદ ઉમર અબ્દુલ્લાએ નિધિ રાજદાન સાથે પોતાના જીવનની નવી શરુઆત કરી છે.




