
હવે વિમાની મુસાફરી મોંઘી થશે! એર ઈન્ડિયા અને ઈન્ડિગોએ સરચાર્જમાં કર્યો તોતિંગ વધારો એરલાઇન્સના ઓપરેટિંગ ખર્ચમાં વધારો થતા નિર્ણય ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષને કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. જેની સીધી અસર એવિએશન સેક્ટર પર પડી છે. જેટ ફ્યુઅલ (ATF) ના ભાવ $ ૮૫-ઇં૯૦ થી વધીને $ ૧૫૦-$ ૨૦૦ પ્રતિ બેરલ સુધી પહોંચી જતા ભારત સહિત વિશ્વભરની એરલાઇન્સે ભાડામાં ધરખમ વધારો ઝીંક્યો છે.
યુદ્ધના કારણે એરલાઇન્સના ઓપરેટિંગ ખર્ચમાં ૨૫% જેટલો હિસ્સો ધરાવતા ઇંધણના ભાવ આસમાને પહોંચ્યા છે. પરિણામે, એર ઇન્ડિયા, ઈન્ડિગો અને યુનાઈટેડ એરલાઇન્સ જેવી દિગ્ગજ કંપનીઓએ ટિકિટના ભાવ, સામાન ફી અને સર્વિસ ચાર્જમાં વધારો કર્યો છે.
એર ઇન્ડિયા: ડોમેસ્ટિક રૂટ પર અંતરના આધારે નવો સરચાર્જ લાગુ કર્યો છે. ૫૦૦ કિમી સુધીના ટૂંકા રૂટ માટે રૂ.૨૯૯ અને ૨,૦૦૦ કિમીથી વધુના રૂટ માટે ?૮૯૯ સુધીનો વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. આ ફેરફાર ઇન્ટરનેશનલ સેક્ટરમાં ૧૦ એપ્રિલથી અમલી બન્યો છે.
ઈન્ડિગો: દેશની સૌથી મોટી એરલાઇને ડોમેસ્ટિક રૂટ પર રૂ.૯૫૦ અને લોન્ગ હોલ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ પર રૂ.૧૦,૦૦૦ સુધીનો ફ્યુઅલ સરચાર્જ જાહેર કર્યો છે.
અકાસા એર: ૧૫ માર્ચથી નવા બુકિંગ પર રૂ.૧૯૯ થી રૂપિયા૧,૩૦૦ સુધીનો ફ્યુઅલ સરચાર્જ વસૂલવાનું શરૂ કર્યું છે.
ટિકિટના ભાવમાં વધારો થશે. ઇંધણના ભાવ વધતા બેઝ ફેરમાં વધારો થયો છે. બેગેજ ફીમાં પણ વધારો થશે. અમેરિકન અને ડેલ્ટા જેવી એરલાઇન્સે સામાન માટેના ચાર્જમાં મોટો વધારો કર્યો છે. ફ્લાઇટમાં ઘટાડો થવાની શક્યતા છે. અનેક એરલાઇન્સે ખર્ચ ઘટાડવા માટે ફ્લાઇટ્સની સંખ્યામાં ૧૦% સુધીનો કાપ મૂક્યો છે, જેનાથી કનેક્ટિવિટી પર અસર પડી શકે છે. એક્સપર્ટ્સનું માનવું છે કે જાે યુદ્ધ લાંબુ ચાલશે અને તેલના ભાવ $૧૦૦ ની ઉપર જળવાઈ રહેશે, તો ૨૦૨૭ સુધી હવાઈ મુસાફરી મોંઘી રહી શકે છે.





