
ફિલ્મનું ટાઈટલ હજુ ફાઈનલ થવાનું બાકી સલમાન અને નયનતારાની નવી ફિલ્મનું શૂટિંગ શરૂ સલમાન ખાનની ‘માતૃભૂમિ‘ ફિલ્મ સંરક્ષણ મંત્રાલયની મંજૂરીમાં અટવાઈ છે તે વચ્ચે તેની નવી ફિલ્મનું શૂટિંગ શરુ કર્યું સલમાન ખાનની ‘માતૃભૂમિ‘ ફિલ્મ સંરક્ષણ મંત્રાલયની મંજૂરીમાં અટવાઈ છે તે વચ્ચે તેની નવી ફિલ્મનું શૂટિંગ શરુ થઈ ગયું છે.
સાઉથના પ્રોડયૂસર દિલ રાજુ આ ફિલ્મ બનાવી રહ્યા છે અને સાઉથના નેશનલ એવોર્ડ વિજેતા દિગ્દર્શક વામસી પેઈડીપલ્લી તેનું દિગ્દર્શન કરી રહ્યા છે. સલમાન સાથે નયનતારા આ ફિલ્મમાં લીડ હિરોઈન તરીકે છે. ફિલ્મનો મુહૂર્ત શોટ તાજેતરમાં મુંબઈ ખાતે લેવમાં આવ્યો હતો. પ્રોડયૂૂસર, ડિરેક્ટર તથા હિરોઈન પણ સાઉથનાં હોવા છતાં સલમાને ટ્રાવેલિંગ ન કરવું પડે તે માટે પૂજા મુંબઈમાં રખાઈ હોવાનું કહેવાય છે. ઉલ્લેખનીય છે કે સલમાનના ઘરે ગોળીબાર બાદ પોલીસે તેને બહાર અવરજવર ઓછી કરવા કહ્યું છે. આ ફિલ્મનું ટાઈટલ હજુ ફાઈનલ થયું નથી. મોટાભાગે આવતાં વર્ષે ફિલ્મ રીલિઝ કરી દેવાનું પ્લાનિંગ છે.





