રશ્મિકા ત્રણ મહિના સુધી તેમની કરિયાણાની જરૂરિયાતો પૂરી પાડશે ‘રણબલી’થી પ્રેરાઈ રશ્મિકા મંદાનાએ ૪૦૦ પરિવારોને દત્તક લીધા પહેલથી પરિવારો કરિયાણાના ખર્ચમાં બચત કરીને પોતાના ભવિષ્યનું આયોજન વધુ સારી રીતે કરી શકશે
અભિનેત્રી રશ્મિકા મંદાના પોતાની આગામી ફિલ્મ ‘રણબલી’માં જયમ્માની ભૂમિકા ભજવ્યા બાદ વાસ્તવિક જીવનમાં પણ માનવતાની અનોખી પહેલ કરવા પ્રેરાઈ છે. રશ્મિકાએ ૪૦૦ પરિવારોને દત્તક લઈને આગામી ત્રણ મહિના સુધી તેમને કરિયાણું પૂરું પાડવાનો ર્નિણય કર્યાે છે. આ પહેલથી પરિવારો કરિયાણાના ખર્ચમાં બચત કરીને પોતાના ભવિષ્યનું આયોજન વધુ સારી રીતે કરી શકશે.રશ્મિકાએ સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપતાં જણાવ્યું કે, અત્યાર સુધી તે આવા કાર્યાેને અંગત રાખવાનું પસંદ કરતી હતી. જાેકે, હવે તેને લાગે છે કે આ પહેલ વિશે જાહેરમાં વાત કરવાથી અન્ય લોકો પણ જરૂરિયાતમંદોની મદદ કરવા પ્રેરાઈ શકે છે. તેણે પરિવારોને રાશન કિટનું વિતરણ કરતી પોતાની ટીમનો વીડિયો પણ શેર કર્યાે હતો.રશ્મિકાએ લખ્યું કે, “તમે જે પાત્રો ભજવો છો, તે ક્યારેક તમારા જીવનને પણ પ્રભાવિત કરે છે. ઘણા લોકો મને પૂછે છે કે જયમ્મા અને મારામાં કોઈ સામ્યતા છે? તો મારો જવાબ છે, હા! આ પહેલ પણ મારાં અને તેનાં વ્યક્તિત્વનો એક ભાગ છે.”તેણે વધુમાં જણાવ્યું કે, “આજે મેં ૪૦૦ પરિવારોને દત્તક લીધાં છે. હું એક સમયે ૪૦૦ પરિવારોને ત્રણ મહિના સુધી મદદ કરવા માગું છું અને આગામી એક વર્ષ સુધી આ પહેલ ચાલુ રાખવાની આશા છે. કરિયાણાનાં ખર્ચમાં બચેલા પૈસાથી તેઓ ભવિષ્ય માટે બચત અને આયોજન કરી શકશે. નાનકડું દયાભર્યું કાર્ય પણ કોઈનું જીવન બદલી શકે છે. તેની શરૂઆત કરવા માટે કંઈક બહુ મોટું કરવાની જરૂર નથી.”રાહુલ સંકૃત્યનના દિગ્દર્શનમાં બનેલી ‘રણબલી’ ૧૮૭૬થી ૧૮૭૮ દરમિયાન ભારતમાં પડેલા ભયાનક દુકાળથી પ્રેરિત કાલ્પનિક વાર્તા છે. તે સમયે દક્ષિણ અને પશ્ચિમ ભારતના અનેક વિસ્તારોમાં દુષ્કાળને કારણે વ્યાપક ભૂખમરો ફેલાયો હતો. ફિલ્મમાં વિજય દેવરકોંડા બળવાખોર યોદ્ધા રણબલીની ભૂમિકામાં છે, જે બ્રિટિશ અધિકારી સામે લડી પોતાના વિસ્તાર અને લોકોને બચાવવાનો પ્રયાસ કરે છે. રશ્મિકા તેની પત્ની જયમ્માની ભૂમિકામાં જાેવા મળશે. લગ્ન બાદ વિજય દેવરકોંડા સાથે રશ્મિકાની આ પ્રથમ ફિલ્મ છે. ફિલ્મ ૧૬ ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.




