મહિલાઓને મજબૂત બનવાનું શીખવવાની જરૂર નથી “મહિલાઓ સદીઓથી સંઘર્ષશીલ રહી છે” : કુબ્રા સૈત મહિલાઓને પોતાની ઓળખ ઘડવાની, ર્નિણયો લેવાની અને પોતાની રીતે જીવન જીવવાની સ્વતંત્રતા મળવી જાેઈએ અભિનેત્રી કુબ્રા સૈતે મહિલા સશક્તિકરણ, આર્ત્મનિભરતા અને રૂઢિચુસ્ત માન્યતાઓને તોડવા અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. મહિલાઓનાં અવાજને રજૂ કરવા બદલ સન્માનિત કરવામાં આવેલી કુબ્રાએ કહ્યું કે મહિલાઓને મજબૂત બનવાનું શીખવવાની જરૂર નથી, કારણ કે તેઓ સદીઓથી સંઘર્ષ કરતી અને પોતાના અધિકારો માટે લડતી આવી છે.કાર્યક્રમમાં સંબોધન કરતાં કુબ્રાએ મહિલાઓનું પ્રતિનિધિત્વ કરતા મંચ સાથે જાેડાવાને સન્માનની વાત ગણાવી હતી. તેણે કહ્યું, “મહિલાઓનું પ્રતિનિધિત્વ કરતા કોઈ મંચ સાથે જાેડાવું મારા માટે ગૌરવની વાત છે. એવું નથી કે આજે મુશ્કેલ સમય છે અને મહિલાઓને મદદની જરૂર છે. મહિલાઓ સદીઓથી સંઘર્ષશીલ રહી છે. તેઓ જે ઇચ્છે છે તે મેળવવા માટે સતત લડતી આવી છે. તેમનાં સંઘર્ષનો ઇતિહાસ નોંધાયો હોય કે નહીં, તેમની લડત હંમેશાં રહી છે.”પોતાનાં જીવનપ્રવાસ વિશે વાત કરતાં કુબ્રાએ કહ્યું કે તેને જીવનને સંપૂર્ણ રીતે જીવવાની, નવી બાબતોને અનુભવવાની, ભુલો કરવાની અને પોતાને વધુ સારી વ્યક્તિ બનાવવાની તક મળી છે. તેણે ઉમેર્યું, “હું માત્ર એક વ્યક્તિ તરીકે જીવન જીવવા માગતી હતી અને સંજાેગવશાત હું એક મહિલા છું.” કુબ્રાનાં મતે, મહિલા સશક્તિકરણને માત્ર સંઘર્ષ અથવા બહારથી મળતી મદદની દૃષ્ટિકોણથી જાેવું યોગ્ય નથી. મહિલાઓને પોતાની ઓળખ ઘડવાની, ર્નિણયો લેવાની અને પોતાની રીતે જીવન જીવવાની સ્વતંત્રતા મળવી જાેઈએ.




