
પ્રસિદ્ધ થયેલા આરબીઆઈ બુલેટિનમાં જણાવાયું પશ્ચિમ એશિયાનો તણાવ દેશના અર્થતંત્ર માટે પડકારજનક બની શકે: રિઝર્વ બેન્ક પશ્ચિમ એશિયામાં તણાવ લાંબો સમય ખેંચાય અને સપ્લાય ચેઈન વહેલી તકે પુન:સ્થાપિત ન થાય તો અર્થતંત્રમાં દરેક સ્તરે વિપરિત અસરની શક્યતા છે પશ્ચિમ એશાયામાં સર્જાયેલો તણાવ દેશના અર્થતંત્ર માટે પડકારજનક બની રહ્યો હોવાનું સ્વીકારતા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, તેનાથી દેશની સપ્લાય ચેઈનમાં અડચણો આવી શકે છે. ઊંચા ઈંધણ ખર્ચ, વધતા ઉત્પાદન ખર્ચ, વેપારમાં ખલેલ અને ફાઈનાન્સિયલ માર્કેટમાં અફરા-તફરીનો માહોલ ઘરેલુ અર્થતંત્રને પડકારજનક સ્થિતિમાં લાવી શકે છે. ગુરુવારે પ્રસિદ્ધ થયેલા આરબીઆઈ બુલેટિનમાં જણાવાયુ હતું કે, પશ્ચિમ એશિયામાં ઘેરુ બની રહેલું સંકટ વૈશ્વિક સપ્લાય ચેઈનાં અંતરાયો લાવે છે. માર્ચ મહિનામાં અને એપ્રિલના શરૂઆતના દિવસોમાં આંશિક રાહતો રહી હતી.
ઘરેલુ અર્થતંત્રના કેટલાક ક્ષેત્રોમાં મજબૂતી જળવાયેલી જાેવા મળી હતી, જ્યારે કેટલાક ક્ષેત્રો ધીમા પડ્યા હતા. તણાવની તીવ્રતા અને સમયગાળામાં વધ-ઘટ અનુસાર અસરમાં ફેરફાર આવી શકે છે. આ સાથે ફૂગાવાનું જાેખમ, ગ્રોથ આઈટલૂક જેવા પરિબળો સાથે એનર્જી-ઈન્ળાસ્ટ્રક્ચર સહિતના ક્ષેત્રોમાં થતા નુકસાન પણ અર્થતંત્રમાં મહત્ત્વના સાબિત થશે. પશ્ચિમ એશિયામાં તણાવ લાંબો સમય ખેંચાય અને સપ્લાય ચેઈન વહેલી તકે પુન:સ્થાપિત ન થાય તો અર્થતંત્રમાં દરેક સ્તરે વિપરિત અસરની શક્યતા છે. જેમાં ઈંધણ ખર્ચ, ઉત્પાદન ખર્ચ પર દબાણ, ટ્રેડ ફ્લોમાં વિક્ષેપ અને માર્કેટ સ્પિલ ઓવર્સ જેવા સંજાેગો ઊભા થઈ શકે છે. ફુગાવાનું સ્તર હાલ ચિંતાજનક નથી, પરંતુ જાેખમમાં વધારો થાય તો સ્થિતિ બદલાઈ શકે છે. ઋતુઓમાં ઓચિંતા પલટા પણ અન્ય કારણ બની શકે છે. સપ્લાયમાં આવી રહેલા આંચકાઓ માગને પ્રભાવિત ન કરે તે બાબતની કાળજી રાખવા પરિસ્થિતિનું સતત નિરીક્ષણ કરવું જરૂરી છે. યુએસ-ઈરાન વચ્ચે બે અઠવાડિયાના યુદ્ધ વિરામથી વૈશ્વિક અર્થતંત્રને થોડી ઘણી રાહત મળી છે. ભારતીય અર્થતંત્રને વૈશ્વિક બજારમાં મજબૂતીથી મજબૂત સપોર્ટ મળી શકે છે. વૈશ્વિક અર્થતંત્રમાં નરમાઈ ન આવે તો ભારતીય અર્થતંત્રને ખાસ તકલીફ પડે તેમ નથી. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના બુલેટિનમાં રજૂ થયેલા વિચારો લેખકના પોતાના હોવાની સ્પષ્ટતા પણ આ સાથે કરાઈ હતી.





