
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
સુરતના વોર્ડ નં.૧૮ માંથી BJP ની ટિકિટ ઉપર જીતેલા દિનેશ રાજપુરોહિત ને ટિકિટ મળ્યા બાદ એમનો એક વિડીયો/ઓડિયો સોશિયલ મીડિયા પર પ્રસારિત થયો હતો. જેમાં એ આમ આદમીની મહિલા ઉમેદવારને ઉમેદવારી પાછી ખેંચી લેવા માટે શામ-દામ-દંડ-ભેદ ની નીતિ અપનાવતા સંભળાય છે. જેમાં લોભામણી વાતો સાથે ગર્ભિત ધમકી પણ આપવામાં આવી હતી.
આમ બીજી ટર્મમાં ટિકીટ મળતા જ દિનેશ રાજપૂરોહિત આકાશમાં ઉડવા લાગ્યા. એમનું વર્તન લોકશાહીને કલંકરૂપ છે. જે ક્યારેય ચલાવી લેવાય નહીં. જ્યારે લોકશાહી દેશમાં દરેકને ચૂંટણી લડવાનો અધિકાર છે. પછી એ ગમે તે પાર્ટી માંથી લડે એનો વિરોધ સત્તાધારી પાર્ટી કે એના ઉમેદવારો કેવી રીતે કરી શકે?
એટલું જ નહીં જ્યારે ૨૮મી એપ્રિલે ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં જ જ્યારે કોંગ્રેસના હારેલા ઉમેદવાર ખુમાનસિંહ પર જે રીતે BJP ના કાર્યકરો દ્વારા ખૂની હુમલો કરવામાં આવ્યો એ લોકશાહીની હત્યાથી ઓછો ન કહેવાય. આ બનાવ સોશિયલ મીડિયામાં પણ બહુ ચમક્યો હતો. અહીં જોવાનું એ છે કે દિનેશ રાજપુરોહિત બીજી ટર્મમાં ચૂંટાયા એમાં તો કેટલી તમરી કરતા થઈ ગયા છે. લોકશાહી દેશમાં દરેકને ચૂંટણી લડવાનો અધિકાર છે પછી એ ગમે તે પાર્ટી માટે કેમ ના ચૂંટણી લડતા હોય ?એનો વિરોધ સત્તાધારી પાર્ટીના ઉમેદવાર કેવી રીતે કરી શકે? એક બાજુ ભાજપ શિસ્તબધ્ધ અને કેડર બેઝ પાર્ટી હોવાનું કહે છે જેણે ભૂતકાળમાં ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર દૂર કરવાની મોટી મોટી વાતો કરી હતી અને બીજી બાજુ એ જ
પાર્ટીના જીતેલા ઉમેદવારો ગોડફાધરોના નામે ગુંડાગીરી કરી પોલીસની હાજરીના ધજીયા ઉડાડી રહ્યા છે. આવા દિનેશ રાજપૂરોહિત જેવા જ્યારે એમને ગોડફાધરોના ખીલાના જોરે નેતાગીરી કરે એની ના નથી પરંતુ સર્વ સમાજ માટે સરખી ભાવના રાખી પ્રજાના કામ કરવા જોઈએ. કોઈના પ્રત્યે તિરસ્કાર કે હિન ભાવના જાહેર જીવનમાં પડેલાઓએ ક્યારેય રાખવી જોઈએ નહીં.
આવી દિનેશ રાજપૂરોહિત જેવી હિન ભાવના રાખનારોને કોઈપણ સમાજનો વ્યક્તિ મોટા નેતાની ઓફિસે જાય છે એ ક્યારેય પસંદ પડતું નથી. એમને કોઈ પણ સમાજના વ્યક્તિ આગળ વધે એ પણ સહન થતું નથી. જે કામ એમણે કરવાના છે એ કામ જે વોર્ડમાંથી ચૂંટાયા હોય એ વોર્ડના લોકોના કામ છે. એમની સેવા કરવાની છે. જ્યાં ગેરકાયદે પાર્કિંગની સમસ્યા છે ઉપરાંત એમની ઓફિસની આજુબાજુના ૧૦૦ થી ૫૦૦ મીટર દૂર દારૂ-જુગારના અડ્ડા ચાલતા હોય, અનૈતિક કામો થતા હોય તો વળી પુણા-પાટીયા કાંગારૂ સર્કલ ઉપર રવિવારી, ગુરુવારી મેળો ભરાતો હોય છે. જેના ટ્રાફિકથી ત્યાંના રહીશો ત્રાહિમામ પોકારે છે એ દિનેશ રાજપૂરોહિતને નથી દેખાતું. આ દ્રશ્ય જોતા એમની (દિનેશ)ની સાંઠ-ગાંઠ તંત્ર સાથેની ખુલ્લી પડેલી દેખાય છે. આમ જ્યાંથી દિનેશ રાજપુરોહિત જ્યાંથી ચૂંટાયા છે એ વિસ્તાર છોડી રિંગરોડ ની ફોસ્ટાની ઓફિસમાં બેસી દિનેશના ભાઈ પુરોહિત થાળી નામની લોજ ચલાવી રહ્યા છે. એમને કાપડના ધંધા સાથે કોઈ લેવા-દેવા નથી. માર્કેટોના વેપારીઓના સમાધાનો સલાબતપુરા પોલીસની સાંઠ-ગાઠથી સમાધાનો કરાવવા જેવા ગેરકાયદે કામો જે એમના કાર્યમાં નથી એવા કામો કરવા બે ટર્મમાં જ આગળ વધીને દાદાગીરી કરી જતા હોય તો પછી એમણે દિનેશે બે ટર્મમાં સુરતથી લઈને રાજસ્થાન સુધીમાં કેટલી મિલકતો વસાવી હશે? એની પણ તપાસ કરાય તો ઘણું બધુ બહાર આવે એવું છે. પણ તપાસ કરશે કોણ?સુરત શહેરમાં સુરત મ.ન.પા ના પદાધિકારીઓની પસંદગીમાં આવા તક સાધુઓ શહેરને વધુ લૂંટવા માટે સ્થાન મેળવવા માટે તેઓના ગોડફાધરો મારફતે પ્રયત્નો શરૂ કરેલા છે. આવા ભ્રષ્ટાચારીઓને કોઈ ઉચ્ચ હોદ્દા મળશે તો તેઓ શહેરને લૂંટવા કઈ બાકી રાખશે નહીં. આવા ભ્રષ્ટાચારીને સત્તાથી દૂર રાખવા જોઈએ.
ગાડા નીચે કૂતરું ચાલે જાણે ગાડાનો ભાર તો હું જ ખેંચું છું. એવી માનસિકતામાં રાચતા વિજય ચૌમાલ.
હવે વોર્ડ નં.૧૯ ની જો વાત કરીએ તો જેની ટિકિટ કપાઈ છે એ વિજય ચૌમાલે પોતાની ટિકિટ કપાતા ખાનગીમાં એ વિસ્તારના લોકોમાં એમ કહેતા હતા કે વોર્ડ નંબર ૧૯ માં વિજય ચૌમાલ નહીં તો કોઈ નહીં એવો અપપ્રચાર કરી ભાજપના જ ઉમેદવારને હરાવવા પાછલા બારણે પ્રોપરગંડા શરૂ કર્યા હતા. આ વિજય ચૌમાલના RSS ના ગોડફાધરો એ વિજય ચૌમાલને બબ્બે ટર્મમાં ટિકિટ અપાવી હતી. દરેક વખતે વિજય ચૌમાલને RSSનું પ્રોત્સાહન મળતું હતું.
પરંતુ આ ચૂંટણીમાં વિજય ચૌમાલની ટિકિટ કપાઈ જતા ઉપરાંત એમનો વિડીયો જે વ્યાજે નાણાં આપવાનો ખંડણી નો વાયરલ થયેલો એમાં વ્યાજે નાણાં લેનાર ને વિજય ચૌમાલ નો ધાકધમકી આપતો ઓડિયો પણ ખૂબ જ ચગેલો જ્યારે રણછોડ દેવાસી અને હરીશ ચૌધરી એમની દુકાનનો ભાગીદાર છે.હરીશ ચૌધરીની મુલાકાત રણછોડ દેવાસીએ વિજય ચૌમાલ ને કરાવી હતી. અને રણછોડ દેવાસીના માધ્યમથી વિજય ચૌમાલ ભાગીદાર બન્યા છે.અને આજે કરોડો રૂપિયા વિજય ચૌમાલ કમાયા છે. અને એ જ રણછોડ દેવાસી ને તાત્કાલિક પૈસાની જરૂરિયાત હતી. વિજય ચૌમાલ પાસે વ્યાજે પૈસા લીધેલા એ રકમ વ્યાજ સાથે ચૂકવ્યા બાદ પણ વિજય ચૌમાલ તરફથી ત્રાસ ગુજારતો અને ધાકધમકી આપવામાં આવતી હતી. જેમાં પોલીસના માધ્યમથી પણ ઉપયોગ કરીને ધમકાવાયા હતા.
અગાઉ બાંધકામ નહીં કરવા બાબતની પાંચ લાખની લાંચ ની પણ ફરિયાદ ACB માં વિજય ચૌમાલ વિરુધ્ધ થયેલી હતી. જે કેસ કોર્ટમાં પેન્ડિંગ છે. ત્યારે વોર્ડ નંબર ૧૯ માં ચારેય ઉમેદવારો જીતી જતા આ વિજય ચૌમાલે જાણે કે પોતે જ મહેનત કરી પેનલને જીતાડી હોય એમ એમના રાજકીય આગેવાનો સામે લાડલા થઈ મોટાઈ મારવાનું પણ ચૂકતા નથી અને નેતાઓ સાથે ઊભા રહી ફોટા પડાવી વટ મારે છે.
અને જાહેરમાં કહેતા ફરે છે કે જો મારી વિરુધ્ધમાં ACBમાં ફરિયાદ ન કરી હોત તો હું વિધાનસભામાં આજે મંત્રી તરીકે બેઠો હોત. આમ આ વિજય ચૌમાલે બે ટર્મ માં કેટલી મિલકતો સુરત થી લઈને રાજસ્થાન સુધીમાં બનાવી છે એની ગરવી ગુજરાતની ટીમ ઊંડાણ પૂર્વકની તપાસ કરી સત્ય બહાર લાવશે.
આમ આવા વિજય ચૌમાલ જેવા નિગમો અને કમિટીઓ માં સ્થાન મેળવવા માટે મોટા માથાઓ એવા નેતાઓના તળિયા ચાટતા પણ લાજ-શરમ અનુભવતા નથી. ત્યારે ક્યાં આજનું રાજકારણ ક્યાં સુરેન્દ્રસિંહ રાજપૂત અને રાજ કે. પુરોહિત જેવા નેતાઓનું રાજકારણ કેટલી હદે રાજકારણ ભ્રષ્ટ થઈ ગયું છે એ આજનો સમય બતાવી રહ્યો છે.





