
ગુજરાતના હવામાન વિભાગની આગાહી.કાળઝાળ ગરમીથી મુક્તિ મળવાના હમણાં એંધાણ નથી.અમદાવાદમાં મુખ્યત્વે આકાશ સાફ રહેશે, મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રી આસપાસ રહેવાની સંભવાના છે.
ગુજરાતના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હવામાનમાં કોઈ મોટા ફેરફારોની સંભાવનાઓ નથી, આ સાથે તાપમાનમાં પણ કોઈ મોટા ફેરફારો થવાની શક્યતાઓ નથી. જેમાં હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર થવાની શક્યતાઓ નથી.
રાજ્યમાં આકરી ગરમી પડી રહી છે અને તેની સ્થિતિ આગામી દિવસોમાં કેવી રહેશે તે અંગે પણ હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર એકે દાસ દ્વારા વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. રાજ્યમાં પાછલા કેટલાક દિવસોથી આકરી ગરમી પડી રહી હતી અને જેના લીધે લોકોને ગરમીમાં બહાર નીકળતી વખતે સાવધાની રાખવાની પણ સૂચના આપવામાં આવી રહી છે.
એકે દાસે ગુરુવારે કરેલી આગાહીમાં જણાવ્યું છે કે, આગામી ૭ દિવસ માટે એટલે કે ૩૦ એપ્રિલથી ૬ મેચ સુધીના હવામાનની આગાહી કરવામાં આવી છે તેમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવનાઓ છે. મહત્તમ અને લઘુત્તમ તાપમાન છે તેમાં કોઈ મોટા ફેરફારની શક્યતાઓ નથી. જાેકે, તાપમાનમાં સામાન્ય ઘટાડો થવાની શક્યતાઓ છે.
દરિયાઈ વિસ્તારમાં પવનની દિશા અંગે માહિતી આપીને એકે દાસે જણાવ્યું છે કે, ઉત્તર ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં મુખ્યત્વે પશ્ચિમ દિશામાંથી પવન ફૂંકાશે જ્યારે દક્ષિણ ગુજરાતના દરિયાપટ્ટી વિસ્તાર છે ત્યાં દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમના પવનો આવશે. જેની ગતિ ૧૫થી ૨૦ કિલોમીટર પ્રતિકલાક રહેશે.
અમદાવાદના ૨૪ કલાકના તાપમાન અંગે તેમણે માહિતી આપીને જણાવ્યું છે કે, મુખ્યત્વે આકાશ સાફ રહેશે, મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભવાનાઓ છે.
રાજ્યમાં તાપમાનનો પારો સામાન્ય રીતે ૪૦ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં ૪૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે સામાન્યથી ૧.૮ ડિગ્રી સેલ્સિયસ વધુ છે. જ્યારે અમદાવાદમાં ૪૨.૬ ડિગ્રી સેલ્સિયસ અને ગાંધીનગરમાં ૪૨.૨ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. આ સાથે રાજ્યમાં પવન પશ્ચિમ દિશાથી આવવાની સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.





