
હરિદ્વારથી દિલ્હી ભાગે એ પહેલાં જ પોલીસે દબોચ્યો CM સુવેન્દુ અધિકારીના PA નો હત્યારો ઝડપાયો આરોપી રાજકુમાર યુપીના બલિયાનો રહેવાસી છે પશ્ચિમ બંગાળના નવનિર્વાચિત મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીના PA ના હત્યારાની ધરપકડ કરી લેવામાં આવી છે. CBI અને મુઝફ્ફરનગર પોલીસની સંયુક્ત ટીમે તેને પકડ્યો છે. આરોપી રાજકુમાર હરિદ્વારથી દિલ્હી ભાગી રહ્યો હતો. તે બલિયાનો રહેવાસી છે. છપાર ટોલ પ્લાઝા NH58 પરથી તેની ધરપકડ કરવામાં આવી છે. હત્યારો રાજકુમાર બલિયા જિલ્લાના રસડા રતોપુર સાંવરાનો રહેવાસી છે. PA ની હત્યાના દિવસથી જ તેનો મોબાઈલ સ્વિચ ઓફ હતો. CBI અને બંગાળ પોલીસની સંયુક્ત ટીમ બલિયામાં હજુ પણ ઘણા શંકાસ્પદોની શોધમાં લાગેલી છે. આ પહેલા ઠાકુર રાજ સિંહની ધરપકડ થઈ ચૂકી છે. આ કેસમાં કોલકાતા પોલીસ ઉત્તર પ્રદેશથી ત્રણ શાર્પ શૂટરોની પહેલા જ ધરપકડ કરી ચૂકી છે. સુવેન્દુના પીએની હત્યા આ મહિનામાં ૬ મેના રોજ કોલકાતાથી ૭ કિલોમીટર દૂર દોહરિયા લેનમાં કરવામાં આવી હતી. બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીતના બે દિવસ પછી થયેલા આ હત્યાકાંડથી સનસનાટી ફેલાઈ ગઈ હતી. પોલીસનું કહેવું હતું કે, રથની એસયુવીને તેમના ઘર પાસે એક સિલ્વર રંગની કારે રોકી, પરંતુ હુમલો બાઈક પર સવાર લોકોએ કર્યો હતો. રથને ખૂબ જ નજીકથી ગોળીઓ મારવામાં આવી હતી. આ પછી હુમલાખોરો કાર છોડીને બીજા વાહનોથી ફરાર થઈ ગયા હતા. બાદમાં હુમલાખોરોમાંથી ઘણાના તાર યુપી સાથે જાેડાયેલા નીકળ્યા હતા.
તપાસ એજન્સી એ જાણવા માટે મથી રહી છે કે, યુપી અને બિહારના આ બદમાશોને બંગાળમાં આશરો કોણે આપ્યો અને તેમને હત્યા માટે જરૂરી હથિયારો તેમજ સંસાધનો કોણે પૂરા પાડ્યા હતા. એજન્સી એ પણ વિગત મેળવી રહી છે કે આ ‘કોન્ટ્રાક્ટ કિલિંગ’ માટે કેટલા પૈસા આપવામાં આવ્યા હતા અને તે પૈસા કોના માધ્યમથી આ લોકો સુધી પહોંચ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જે રીતે રેકી કરીને પ્રોફેશનલ અંદાજમાં ગોળીઓ વરસાવવામાં આવી, તેનાથી સાફ છે કે હુમલાખોરોનું નેટવર્ક ઘણું મોટું છે.





