
રકુલપ્રીતે પાર્ટનર દ્વારા થતી છેતરપિંડી વિશે વાત કરી ‘જીવન એટલું લાંબું છે કે એક ભૂલ માટે માફ ન કરવું યોગ્ય નથી’ : રકુલપ્રીત તાજેતરમાં રકુલ, સારા અલી ખાન અને આયુષ્યમાન ખુરાના સાથે એક યુટ્યુબ શોના એપિસોડમાં જાેડાઈ હતી જેકી ભગનાનીએ જ્યારે રકુલ સાથેનાં પોતાનાં લગ્નને “સિચ્યુએશનશિપ” ગણાવ્યાં હતાં, ત્યારે તેણે ઇન્ટરનેટ પર ખળભળાટ મચાવ્યો હતો. હવે રકુલે પણ સંબંધોમાં વિશ્વાસઘાત અંગે ખુલીને વાત કરી છે. તેણે સ્વીકાર્યું કે કેટલીક વખત એક વખત થયેલી ‘ભુલ’ને માફ કરી શકાય છે.તાજેતરમાં રકુલ, સારા અલી ખાન અને આયુષ્યમાન ખુરાના સાથે એક યુટ્યુબ શોના એપિસોડમાં જાેડાઈ હતી, જ્યાં તેમણે સંબંધોમાં વિશ્વાસઘાત અને છેતરપિંડી ક્યારેય યોગ્ય ગણાવી શકાય કે નહીં તે અંગે ચર્ચા કરી હતી.જ્યારે તેને પૂછવામાં આવ્યું કે સંબંધમાં છેતરપિંડી ક્યારેય સ્વીકાર્ય હોઈ શકે છે કે નહીં, ત્યારે રકુલે તરત જ મજબુત “ના”માં જવાબ આપ્યો. આ સમયે સારાએ વચ્ચે બોલતાં કહ્યું કે ઓછામાં ઓછું કોઈએ “માફી તો માગવી જ જાેઈએ, પરંતુ તે ચોક્કસપણે યોગ્ય નથી.” રકુલે પણ તેની સાથે સહમતિ વ્યક્ત કરી. જાેકે આયુષ્માને અલગ દૃષ્ટિકોણ રજૂ કરતા કહ્યું કે “લગ્નનાં પોતાનાં નિયમો હોય છે. સાથે જ, જાે કોઈએ સાચા દિલથી માફી માંગી હોય, તો પછી કેમ નહીં?”આ પછી રકુલે કહ્યું, “આ ર્નિણયનો આધાર તેની હદ શું છે, તેના પર હોય શકે છેપ હદ શું છે? જાે છેતરપિંડી એક આદત બની ગઈ હોય તોપ”રકુલ પોતાનો વિચાર પુરો કરે તે પહેલાં સારાએ વચ્ચે અટકાવીને પૂછ્યું કે જાે કોઈ માત્ર એક જ વખત છેતરપિંડી કરે તો શું તેને સ્વીકાર્ય ગણાવી શકાય? રકુલે જવાબ આપ્યો કે તે તેને યોગ્ય માનતી નથી.રકુલે આગળ કહ્યું, “પરંતુ જાે કોઈ વ્યક્તિથી એક વખત ભુલ થઈ જાય, તો જીવન એટલું લાંબું છે કે એક ભુલ માટે માફ ન કરવું યોગ્ય નથીપ આ વાત મારા વ્યક્તિગત સંબંધ પર લાગુ પડતી નથી. કૃપા કરીને ધ્યાનમાં લેજાે.”આયુષ્માને પણ સમાન વિચાર વ્યક્ત કરતા કહ્યું, “માણસોથી ભુલો થાય છે. પરંતુ જાે તેઓ સાચા દિલથી પસ્તાવો કરતાં હોય અને તમને તે વ્યક્તિ માટે લાગણી હોયપ તો જીવન ઘણું લાંબું છે.” સારાએ કહ્યું કે તે કદાચ માફ કરી દે પરંતુ ભુલી નહીં શકે, જ્યારે રકુલે કહ્યું કે જાે કોઈ ખરેખર માફ કરે, તો અંતે તેને ભુલવું પણ પડશે.આ સમગ્ર ચર્ચા થોડા દિવસો પહેલાં રકુલ અને તેનાં પતિ જેકી ભગનાનીનું વ્યક્તિગત જીવન ચર્ચામાં આવ્યા બાદ થઈ હતી.એક યુટ્યુબ ચેનલને આપેલા એક ઇન્ટરવ્યુમાં જેકીએ કહ્યું હતું, “રકુલ અને હું પરિણિત છીએ, પરંતુ અમે એક પ્રકારની સિચ્યુએશનશિપમાં છીએ. હા, અમે એકબીજા માટે સંપુર્ણ પ્રતિબદ્ધ છીએ કારણ કે અમે લગ્ન કર્યાં છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે હું તેની સાથે કોઈપણ વિષય પર ખુલીને વાત કરી શકું છું.”





