
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત..
સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળનાં નવા વરાયેલા હોદ્દેદારો પ્રમુખ ભાઈલાલ બી. વૈષ્ણવ, ઉપપ્રમુખ કિરીટભાઈ વાઘેલા, મહામંત્રી મોહંમદ ઈકબાલ શેખ, મંત્રી હરીશભાઈ રાઠોડનો સન્માન સમારંભ તા.૨૩/૦૫/૨૦૨૬ નાં રોજ ગુજરાત પ્રદેશ મહાનગરપાલિકા કર્મચારી કોંગ્રેસ ધ્વારા કર્મચારી યુનિયન આગેવાનો ધ્વારા યુનિયન અગ્રણી જયંતિભાઈ વાઘેલાનાં પ્રમુખ સ્થાને યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત અખિલ ભારતીય સફાઈ મઝદૂર કોંગ્રેસ નાં પ્રદેશ પ્રમુખ શશિકાંત સોલંકીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. સમારંભમાં ઉપસ્થિત યુનિયન આગેવાનો અને હોદ્દેદારો સર્વશ્રી મોહનભાઈ રાઠોડ,અર્જુન વિરાસ, કનૈયાભાઈ સોલંકી, રણજીત પટેલ, સુભાષ સોલંકી, સુરેશ સોલંકી, અતુલ સોલંકી, મહેન્દ્ર જાદવ, નીલાંગ દેસાઇ,જયસિંગભાઈ ગોહિલ,પ્રવીણ સોલંકી, નિતિન સોલંકી વિગેરેએ હાજર રહી નવા વરાયેલા હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી ફૂલહારથી સન્માન કર્યું હતું. પ્રમુખ સ્થાનેથી જયંતિભાઈ વાઘેલાએ તમામ યુનિયનોને ભેગા થઈને મહામંડળ ધ્વારા આંદોલનાત્મક કાર્યક્રમોમાં જોડાવવા માટે આહવાન આપ્યું હતું. મહામંડળનાં પ્રમુખ ભાઈલાલ બી. વૈષ્ણવે આજની પરિસ્થિતીમાં તમામ આગેવાનો અને કર્મચારીઓને ખભેખભા મિલાવી કામગીરી કરવા અનુરોધ કર્યો હતો. મહામંત્રી મોહંમદ ઈકબાલ શેખે યુનિયનોની ૭૦ વર્ષની પ્રવૃત્તિઓનો ચિતાર રજૂ કર્યો હતો. કાર્યક્રમનાં અંતમા ગુજરાત પ્રદેશમહાનગરપાલિકા કર્મચારી કોંગસનાં પ્રમુખ કનૈયાલાલ સોલંકીએ આભાર વિધિ કરી હતી.





