
માધુરીની ડિરેક્ટરને અપીલ તમારે અનિલ કપૂર અને મને ફરી એક ફિલ્મમાં લેવા પડશે સુરેશ ત્રિવેદીની છેલ્લી ફિલ્મ અનિલ કપૂર સાથેની સુબેદાર (૨૦૨૬) હતી, જેમાં તે ભૂમિકામાં હતા માધુરીની વધુ એક ફિલ્મ ઓટીટી પર આવી રહી છે, આ ‘માં બહેન’નું ટ્રેલર મુંબઇમાં લોંચ કરવામાં આવ્યું. માધુરી દિક્ષિત, તૃપ્તિ ડિમરી, રવિ કિશન, ધર્ના દુર્ગા, ગિતાંજલી કુલકર્મી, ઉરુણોદય સિંહ, શાર્દુલ ભારદ્વાજ અને ફિલ્મના દિગ્દર્શક સુરેશ ત્રિવેણી, નિર્માતા વિક્રમ મલ્હોત્રા અને રુચિકા કપૂર શેખે મુંબઈમાં તેમની ફિલ્મ મા બહેનના ટ્રેલર લોન્ચમાં હાજરી આપી હતી.ઇવેન્ટની શરૂઆત મનોરંજક અંદાજમાં થઈ હતી, ફિલ્મના પ્રોડ્યુસર રુચિકા કપૂર શેખે કહ્યું, “દોઢ વર્ષથી પણ વધુ સમય પહેલાં સુરેશ ત્રિવેદીએ અમને આ ફિલ્મની વાર્તા સંભળાવી હતી. હું અને મારી ટીમ ખૂબ નસીબદાર હતાં કે અમને લેખિકા પૂજા તોલાની અને સુરેશ ફિલ્મનું નેરેશન આપતા જાેવા મળ્યા. આ દરમિયાન તેઓ ઊભા થઈ ગયા, ગીતો વગાડ્યા અને અભિનય પણ કર્યાે. અમને લાગ્યું કે આદર્શ કોલોની અમારી ઓફિસમાં આવી ગઈ હોય! અમને સૌથી વધુ જે વાત ગમી તે હતી કે તેઓ કેટલા સરળ રીતે કેટલાક પિતૃસત્તાત્મક વિચારોને તોડી રહ્યા હતા. જ્યારે અમે ફિલ્મનો ફાઈનલ કટ જાેયો, ત્યારે સમજાયું કે સ્ટ્રીમિંગ કે થિયેટર જગતમાં માઁ બહેન જેવી બીજી કોઈ ફિલ્મ કે શો નથી. આ પોતે જ એક અલગ જૉનર છે. તમે તેને માત્ર ડાર્ક કોમેડી કે સોશિયલ ફિલ્મ કહી શકતા નથી.”આ ઇવેન્ટ દરમિયાન, માધુરી હંમેશની જેમ ખૂબ જ સુંદર લાગી રહી હતી અને સાથે બધાને હસાવી પણ રહી હતી. તેને પૂછવામાં આવ્યું કે શું એવી કોઈ વ્યક્તિ છે જેને તે “માં બહેન ટ્રીટમેન્ટ” આપવા માંગે છે? તેના જવાબમાં માધુરીએ કહ્યું, “દુનિયામાં એવી કોઈ વ્યક્તિ નથી જેના માટે હું એવું વિચારીશ. પરંતુ ક્યારેક તમે એવા લોકોને મળો છો કે એક ક્ષણ માટે એવો વિચાર આવે, પછી લાગે ‘નહીં નહીં, જવા દો’ (હસે).”તેણે એક રમુજી કિસ્સો પણ શેર કર્યાે: “અમારી પહેલી મુલાકાત દરમિયાન મેં સુરેશને ફિલ્મના ટાઇટલ વિશે પૂછ્યું. તેમણે જવાબ આપ્યો, ‘માં બહેન’. મને લાગ્યું કે તેઓ મજાક કરી રહ્યા છે. એટલે હું તેમની તરફ જાેઈને હસવા લાગી. પછી મેં પૂછ્યું, ‘આ ફિલ્મનું ટાઇટલ છે?’ તેમણે માથું હલાવ્યું. ત્યારબાદ જ્યારે મેં વાર્તા સાંભળી, ત્યારે સમજાયું કે આ ટાઇટલ એકદમ યોગ્ય છે.”સુરેશ ત્રિવેદીની છેલ્લી ફિલ્મ અનિલ કપૂર સાથેની સુબેદાર (૨૦૨૬) હતી, જેમાં તે ભૂમિકામાં હતા. એક પત્રકારે સુરેશને પૂછ્યું કે શું તેઓ ફરી અનિલ અને માધુરીની આઇકોનિક જાેડીને સાથે લાવવા ઇચ્છે છે? તેના જવાબમાં દિગ્દર્શકે સ્વીકાર્યું, “આ તો મારું સપનું રહ્યું છે. એક જ વર્ષમાં મેં અનિલ સર અને માધુરી મૅમ બંને સાથે કામ કર્યું. ચોક્કસપણે હું તેમને ફરી સાથે લાવવા માગું છું. શું તમે બધા તેમને ફરી સાથે જાેવા માંગો છો?” માધુરીએ તરત જ કહ્યું, “સુરેશજી, તમારા માટે એક નવું કામ આવી ગયું છે. હવે તમારે અમને ફરી સાથે લાવવા જ પડશે!” માં બહેન ૪ જૂનના રોજ ઓટીટી પર રિલીઝ થશે.





