
હાર્ડ ડિસ્ક્સ ચોરીની જાણ ૨૧ મે, ૨૦૨૬ના થઈ હતી ઝોયા અખ્તરના પ્રોડક્શન હાઉસમાંથી ફિલ્મની હાર્ડ ડિસ્ક્સ ચોરી પોલીસે પચીસ જેટલી હાર્ડ ડિસ્ક્સ ચોરીને સસ્તી કિંમતે વેચી દેનારા કંપનીના કર્મચારી સહિત બે જણની ધરપકડ કરી હતી ફિલ્મમેકર-પ્રોડ્યુસર ઝોયા અખ્તર અને સ્ક્રીનરાઈટર રીમા કાગતીના માલિકીના પ્રોડક્શન હાઉસની બાન્દ્રામાં આવેલી ઑફિસમાંથી ફિલ્મશૂટની હાર્ડ ડિસ્ક્સ ચોરાયાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. પોલીસે પચીસ જેટલી હાર્ડ ડિસ્ક્સ ચોરીને સસ્તી કિંમતે વેચી દેનારા કંપનીના કર્મચારી સહિત બે જણની ધરપકડ કરી હતી.બાન્દ્રા પોલીસે પકડી પાડેલા બન્ને આરોપીની ઓળખ મોહમ્મદ શાહીદ અઝીમ ખાન અને રિતેશ શાહ (૪૪) તરીકે થઈ હતી. આરોપી ખાન ફિલ્મ પ્રોડ્યુસર ઝોયા અખ્તરની કંપનીનો કર્મચારી હોવાનું પોલીસનું કહેવું છે.અધિકારીના જણાવ્યા મુજબ હાર્ડ ડિસ્ક્સ ચોરીની જાણ ૨૧ મે, ૨૦૨૬ના થઈ હતી. આ પ્રકરણે કંપનીની એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ અને એચઆર એડમિન મેહઝબીન શેખે (૩૬) નોંધાવેલી ફરિયાદને આધારે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ હાર્ડ ડિસ્કમાં ફિલ્મ, જાહેરખબર અને શૂટ સંબંધી મહત્ત્વનો ડેટા સંગ્રહવામાં આવ્યો હતો.ફરિયાદ અનુસાર બધી હાર્ડ ડિસ્ક્સ બાન્દ્રા પશ્ર્ચિમમાં આવેલી કંપનીની ઑફિસમાં રાખવામાં આવી હતી. કામ નિમિત્તે ગુરુવારે કર્મચારી કબાટમાંથી એક હાર્ડ ડિસ્ક કાઢવા ગયો હતો. એ હાર્ડ ડિસ્કની ઘણી જરૂર હોવાથી કબાટમાં શોધખોળ કરવા છતાં તે મળી નહોતી. જાેકે કબાટમાંથી અન્ય કેટલીક હાર્ડ ડિસ્ક્ પણ ગુમ હોવાનું જણાયું હતું.તપાસ કરતાં કબાટમાંથી ૧૧૯ હાર્ડ ડિસ્કમાંથી ૬૬ ગુમ હોવાનું જણાયું હતું. કબાટમાં હાર્ડ ડિસ્ક મૂકવાનું અને કાઢવાનું કામ મોટા ભાગે કર્મચારીઓ કરતા હતા. બે કર્મચારી શંકાના ઘેરામાં આવતાં પોલીસે તેમની પૂછપરછ કરી હતી.કહેવાય છે કે એક કર્મચારીએ પચીસ હાર્ડ ડિસ્ક ચોરી હોવાની કબૂલાત કરી હતી. દરેક હાર્ડ ડિસ્ક તેણે બોરીવલીમાં રહેતા શાહને માત્ર ૧૫થી ૨૦ હજાર રૂપિયામાં વેચી હતી. પોલીસે શાહને પણ તાબામાં લઈ પૂછપરછ કરી હતી. આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.





