
આ થ્રિલર શો અભિનય દેવ દ્વારા ડિરેક્ટ થયો છે કરીશ્મા ‘બ્રાઉન’માં એક પોલિસ ઓફિસરના રોલમાં જાેવા મળશે એક ભયાવહ અને નૈતિક રીતે તૂટી ગયેલા કોલકાતાના માહોલમાં બ્રાઉન એક સાઇકોલોજિકલ થ્રિલર છે, જે એક મર્ડર મિસ્ટ્રી છે
કરીશ્માની વર્ષાેની એક ગ્લેમરસ હિરોઇનની ઇમેજ હતી, આ પોલિશ્ડ લૂકમાંથી બહાર આવીને કરીશ્મા હવે પોતાની કૅરિઅરમાં એક ગંભીર રોલ કરવાની છેસ જેવા રોલમાં તે આ પહેલાં ક્યારેય જાેવા મળી નથી. ઝી૫ પર આવનારા એક ઓટીટી શો ‘બ્રાઉન’નો પહેલો લૂક લોંચ કરવામાં આવ્યો છે, જેમાં કરીશ્મા અલગ લૂકમાં જાેવા મળે છે. એક ભયાવહ અને નૈતિક રીતે તૂટી ગયેલા કોલકાતાના માહોલમાં બ્રાઉન એક સાઇકોલોજિકલ થ્રિલર છે, જે એક મર્ડર મિસ્ટ્રી છે. તેના ટીઝરમાં કરીશ્મા રીટા બ્રાઉન તરીકે જાેવા મળશે, જે એક બહાદુર અને બેબાક પોલિસ ઓફિસર છે. આ એક ઇમોશનલ અને ડાર્ક સ્ટોરી છે, જેનાથી આ એક સાઇકોલોજિકલ થ્રિલર હોવાનો અંદાજ મળી જાય છે. તેમાં કરીશ્માની એક પોલિસ ઓફિસર તરીકે પહેલી ઝલક મળે છે. ૯૦ના દાયકામાં કરીશ્મા એક લોકપ્રિય એક્ટ્રેસ હતી, જે દરેક જનરેશનના લોકોમાં જાણીતી હતી. વચ્ચે વચ્ચે તે અમુક ઓટીટી શોમાં જાેવા મળી હતી, ત્યારે બ્રાઉનમાં હવે આજના ઓટીટીના માહોલમાં એક ગંભીર રોલ કરી રહી છે, તે કરીશ્માની કૅરીઅરનો પણ એક મહત્વનો મળાંક સાબિત થઈ શકે છે. આ સિરીઝ અભિનય દેવ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે અને કરીશ્માને એક સસ્પેન્સ, ઉગ્ર અને ગંભીર માહોલમાં કરીશ્માને એક રફ એન્ડ ટફ રોલમાં રજુ કરશે. કરીશ્માની ડિજીટલ કૅરીઅરને આ રોલ નવી દિશા આપશે.




