
ફિલ્મ ૧૨ જૂને રિલીઝ થશે હોરર ફિલ્મના પ્રમોશનનો નવો નુસખો ‘સ્ક્રીમર્સ’ ‘હોન્ટેડ થ્રીડી- ઇકોઝ ઓફ ધ પાસ્ટ’ના પ્રમોશન માટે બાઈટ સાઇઝ હોરર પ્રોમો બનાવાશે આનંદ પંડિત અને વિક્રમ ભટ્ટની આવનારી હોરર ફિલ્મ ‘હોન્ટેડ થ્રીડી: ઇકોઝ ઓફ ધ પાસ્ટ’ની રિલીઝની તૈયારી થઈ રહી છે. મિમોહ ચક્રવર્તી અને ચેતના પાંડે આ ફિલ્મમાં લીડ રોલમાં હશે, જે ૧૨ જૂન, ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આજકાલ હોરર ફિલ્મ અને હોરર કોમેડી ફિલ્મમાંથી કેટલીક ચાલે છે અને કેટલીક ફિલ્મો ફ્લોપ થાય છે, ત્યારે ફિલ્મની ટીમ દ્વારા પ્રમોશન માટે અલગ સ્ટ્રેટેજી અપનાવવામાં આવી છે. પરંપરાગત ટ્રેલર કેમ્પેઇન છોડીને, વિક્રમ ભટ્ટે ફિલ્મને પ્રમોટ કરવા માટે “સ્ક્રીમર્સ” નામના ટૂંકા હોરર પ્રોમો વીડિયોઝની સિરીઝ લોંચ કરવાની યોજના બનાવી છે. આ નાના હોરર ક્લિપ્સ સોશિયલ મીડિયા પર દિગ્દર્શક, નિર્માતા અને ફિલ્મના કલાકારો દ્વારા સતત શેર કરવામાં આવશે.આ વિચાર પાછળનું કારણ સમજાવતા વિક્રમ ભટ્ટે કહ્યું, “આજની યુવા પેઢી કન્ટેન્ટની ટૂંકા સમયમાં મજા લેવા માંગે છે, રીલ કલ્ચરે એ સાબિત કર્યું છે. એટલે હું લોકોને મારી ફિલ્મનો ૧૫થી ૨૦ સેકન્ડનો સ્વાદ સતત આપવાનો છું.”ફિલ્મનું પહેલું સ્ક્રીમર પહેલેથી જ રિલીઝ થઈ ચૂક્યું છે, જેમાં દર્શકોને ફિલ્મની ડરાવની દુનિયાની એક નાની પરંતુ ડરાવી દે એવી ઝલક જાેવા મળે છે. પ્રોડ્યુસર્સનો દાવો છે કે ફિલ્મ માત્ર વિઝ્યુઅલ કે સાઉન્ડથી ઉભા થતા ડર પર આધારીત નથી, પરંતુ ભાવનાત્મક સંઘર્ષ સાથે જાેડાયેલ હોરર પર વધુ ભાર મુકવામાં આવ્યો છે.ટીમ દ્વારા જાહેર થયેલી માહિતી અનુસાર, આ ફિલ્મ અધુરા પ્રેમ, દબાયેલા જુના રહસ્યો અને અલૌકિક તત્વોની અશાંતિ જેવા વિષયો પર આધારિત છે. ફિલ્મમાં ભાવનાત્મક ઊંડાણ અને ડરને એકસાથે રજૂ કરવાનો પ્રયાસ કર્યાે છે, વિક્રમ ભટ્ટ પહેલાં પણ રાઝ અને ૧૯૨૦ જેવી ફિલ્મોમાં આ પ્રકારની વાર્તા રજુ કરી ચુક્યા છે.ફિલ્મમાં શ્રુતિ પ્રકાશ, ગૌરવ બાજપાઈ અને પ્રણીત ભટ્ટ પણ મહત્વના રોલમાં છે. ફિલ્મ ૧૨ જૂન, ૨૦૨૬ના રોજ હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં રિલીઝ થશે.





