OpenAI એ ૫૪ દિવસ બાદ કરતા ભડક્યા ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન પ્રથમવાર AI એજન્ટે સરકારી પોર્ટલ હેક કર્યું, માહિતી ચોરી કરી છૈંનાં વધી રહેલા જાેખમો પર યુએનએસસીમાં ટેક દિગ્ગજાે એ પણ પોતાની ચિંતા વ્યક્ત કરી હતી
વિશ્વમાં પ્રથમવાર કોઈ એઆઈ એજન્ટે સરકારી વેબસાઈટ હેક કર્યાની ઘટના સામે આવી છે. આ ઘટના ઓસ્ટ્રેલિયામાં બની. જ્યાં ઓપનએઆઈનાં એજન્ટે હેલ્થકેર સર્વિસ પોર્ટલમાં સુરક્ષાચક્ર તોડી ફાઈલો સુધી પહોંચી માહિતી હાંસલ કરવામાં સફળતા મેળવી હતી. જેમાં સ્વાસ્થ્ય ખર્ચાઓ અને દવા સબસિડી સાથે જાેડાયેલ ડેટા ઉપલબ્ધ હતો.ઓપનએઆઈ એ આ ઘટનાની જાણ ૫૪ દિવસ બાદ ઓસ્ટ્રેલિયન સરકારને કરી છે. વડાપ્રધાન અલ્બાનીઝ એ ન્યૂયોર્કમાં ઓપનએઆઈ પ્રમુખ સેમ ઑલ્ટમેન સાથે ફોન પર વાત કરી આ વિલંબ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. ઓસ્ટ્રેલિયા હવે આ મામલે તપાસ કરશે કે- અહીં અપરાધિક કેસ લાગુ કરી શકાય છે કે નહીં. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયન સુરક્ષા એજન્સીઓ આ હેકીંગની ઘટના કેમ પકડી નહીં તે અંગે પણ તપાસ કરાશે. ઓપનએઆઈ એ પણ સ્વીકાર્યું કે, તેના AI મૉડલે એ પ્રકારે કામ કર્યું, જેને કંપની સપોર્ટ કરતી નથી AI નાં વધી રહેલા જાેખમો પર યુએનએસસીમાં ટેક દિગ્ગજાે એ પણ પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. તમામે AI પર વૈશ્વિક નિયંત્રણ હવે જરૂરી બન્યા હોવાની વાત કરી હતી. ઓપન AI નાં સેમ ઓલ્ટમેને કહ્યું કે-‘AI પર નિયંત્રણ ગુમાવવાનો ડર છે. તમામ દેશ મળી સુરક્ષા માપદંડો નક્કી કરે. જેથી ટેકનોલોજી વધુ શક્તિશાળી બને તો પણ નિયંત્રણ હેઠળ રહે.’ એન્થ્રોપિકનાં સીઈઓ અમોડેઈ એ ચેતવણી આપતા કહ્યું કે,‘ખોટી રીતે દેખરેખ રાખવામાં આવતું AI સંપૂર્ણ માનવતા માટે જાેખમી બની શકે છે. શક્તિશાળી ગેરકાયદે હથિયારો બનાવવામાં AI નો ઉપયોગ અટકાવવા સંબંધિત નિયમો બનવા જાેઈએ.’




