સંપત્તિમાં ૧૪૫ ટકાનો ઉછાળો ૮૩ વર્ષની વયે દેશના બીજા સૌથી અમીર એક્ટર બન્યા અમિતાભ બચ્ચન! ૮૩ વર્ષીય અભિનેતાએ મોટી કોર્પાેરેટ કંપનીઓ અને ઝડપથી વિકસતા ટેક સ્ટાર્ટઅપ્સના વિવિધ પોર્ટફોલિયોમાં ભારે રોકાણ કર્યું છે
હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ ૨૦૨૬ જાહેર થઈ ચૂકી છે, જેના અનુસાર બોલિવૂડના ‘શહેનશાહ’ અમિતાભ બચ્ચન દેશના બીજા સૌથી અમીર અભિનેતા છે, જ્યારે પહેલા નંબર પર શાહરૂખ ખાન છે. રિપોર્ટ મુજબ, અમિતાભ બચ્ચનની નેટવર્થમાં પાછલા વર્ષની સરખામણીમાં જબરદસ્ત વધારો જાેવા મળ્યો છે. ગત વર્ષે બિગ બીની નેટવર્થ ૧૬૩૦ કરોડ રૂપિયા હતી, જે વધીને આ વર્ષે ૪૦૦૦ કરોડ રૂપિયા થઈ ગઈ છે. એટલે કે એક જ વર્ષની અંદર તેમની નેટવર્થમાં ૧૪૫ ટકાનો મોટો ઉછાળો આવ્યો છે KBC ના રિપોર્ટ મુજબ, અમિતાભ બચ્ચનની નેટવર્થમાં વધારો તેમના ફેમિલી ઓફિસ દ્વારા કરાયેલા રોકાણો, રિયલ એસ્ટેટ હોલ્ડિંગ્સ તેમજ ફિલ્મો અને પ્રખ્યાત ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’ની ફીઝને કારણે થયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બિગ બી દરેક ફિલ્મ માટે આશરે ૧૦થી ૧૨ કરોડ રૂપિયા ચાર્જ કરે છે, જ્યારે વિવિધ બ્રાન્ડ્સના એન્ડોર્સમેન્ટ માટે તેઓ ૫થી ૮ કરોડ રૂપિયા લે છે. આ ઉપરાંત, નાના પડદા પર પ્રસારિત થતા લોકપ્રિય શો KBC ના એક જ સિઝનથી તેઓ આશરે ૪૦થી ૫૦ કરોડ રૂપિયા કમાય છે અને હાલમાં તેઓ KBC ની ૧૭મી સિઝન હોસ્ટ કરી રહ્યા છે.૮૩ વર્ષીય અભિનેતાએ મોટી કોર્પાેરેટ કંપનીઓ અને ઝડપથી વિકસતા ટેક સ્ટાર્ટઅપ્સના વિવિધ પોર્ટફોલિયોમાં ભારે રોકાણ કર્યું છે. પાછલા વર્ષ દરમિયાન પ્રાઇવેટ અને ઇક્વિટી માર્કેટમાં વેલ્યુએશનમાં થયેલા ભારે વધારાને કારણે તેમની હોલ્ડિંગ્સ અનેકગણી વધી ગઈ છે. આ સિવાય, તેઓ પ્રીમિયમ ભારતીય રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પણ મોટા રોકાણકાર છે અને રેસિડેન્શિયલ તથા કમર્શિયલ સેક્ટરમાં પ્રોપર્ટીઝ ખરીદીને પોતાની કુલ સંપત્તિમાં વધારો કર્યાે છે.એશિયન કમ્યુનિટીમાં જાેડાઓ




