
ગયા મહિને જાપાને પણ ભારતીય કેરીની આયાત પર રોક લગાવી હતી જાપાન બાદ નેપાળે પણ ભારતીય કેરીની નિકાસ પર પ્રતિબંધ મુક્યો કેરીના કેટલાંક જથ્થામાં જંતુનાશકોનું પ્રમાણ નિર્ધારીત કરતાં વધારે હોવાના કારણે નિકાસ બંધ કરી ભારતીય કૃષિ ઉત્પાદનો, ખાસ કરીને વિશ્વભરમાં લોકપ્રિય એવી ભારતીય કેરી માટે હાલનો સમય થોડો પડકારજનક જણાઈ રહ્યો છે. તાજેતરમાં જાપાન દ્વારા લેવામાં આવેલા કડક ર્નિણય બાદ, હવે પાડોશી દેશ નેપાળે પણ ભારતીય કેરીની આયાત પર રોક લગાવી દીધી છે. ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તાના માપદંડોને લઈને લેવામાં આવેલ આ ર્નિણયથી ભારતીય કેરીના નિકાસકારો અને બજાર પર અસર પડી શકે છે. મીડિયા અહેવાલ અનુસાર, નેપાળના અધિકારીઓના જણાવ્યા અનુસાર, લેબોરેટરી તપાસ દરમિયાન ભારતીય કેરીની કેટલીક ખેપોમાં નિર્ધારિત મર્યાદા કરતા વધુ માત્રામાં જંતુનાશકો મળી આવ્યા હતા. નેપાળ સરકારનું કહેવું છે કે આ ર્નિણય માત્ર દેશના ખાદ્ય સુરક્ષા નિયમોનું પાલન કરાવવા માટે લેવામાં આવ્યો છે, અને તેનો હેતુ ભારત સાથેના વેપારી સંબંધોને નુકસાન પહોંચાડવાનો નથી. ઉલ્લેખનીય છે કે, આ પ્રતિબંધ લાગુ થયા તે પહેલાં જ લગભગ ૧૫.૮ મેટ્રિક ટન ભારતીય કેરી નેપાળ પહોંચી ગઈ હતી, જેની કિંમત અંદાજે ૧૦ લાખ નેપાળી રૂપિયા હોવાનું મનાય છે. ગયા મહિને જાપાને પણ ભારતીય કેરીની આયાત પર રોક લગાવી હતી. જાેકે, જાપાનનું કારણ અલગ હતું; તેમણે જંતુનાશકોને બદલે તપાસ અને સફાઈ (ફાયટોસેનિટરી) સંબંધિત નિયમોમાં ખામી હોવાનું જણાવીને ર્નિણય લીધો હતો.





