
આ એક મોટા સ્કેલની ફિલ્મ હશે, જે ભાગમાં બની શકે છે સલમાન અને ફરહાન અખ્તર વચ્ચે મોટી ઐતિહાસિક ફિલ્મ માટે વાટાઘાટો ચાલુ સલમાન આ ફિલ્મની વાર્તા અને તેનાં સ્તર બાબતે ઘણો હકારાત્મક વલણ ધરાવે છે, જે મોટા પડદે જાેવા લાયક ફિલ્મ બનશે સલમાનની માતૃભૂમિ અટવાયા પછી હવે તે નવા પ્રયોગોના મૂડમાં હોય એવું લાગે છે. તે પૈડીપલ્લીની ફિલ્મ તો કરે જ છે, સાથે જ તે ફેમિલી મેન જેવી સિરીઝના જાણીતા મેકર્સ રાજ અને ડિકે સાથે એક કોમેડી ફિલ્મ માટે ચર્ચા વિચારણા કરી રહ્યો હોવાના અહેવાલો પણ થોડાં મહિનાઓ પહેલાં આવ્યા હતા. ત્યારે હવે એવા અહેવાલો છે કે સલમાન ખાન અને ફરહાન અખ્તર સાથે એક મોટા સ્કલની ઐતિહાસિક ફિલ્મ માટે ચર્ચાઓ અને વાતચીત કરી રહ્યો છે. આ અંગે સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, સલમાન અને ફરહાન વચ્ચે લગભગ એક મહિનાથી ચર્ચાઓ ચાલી રહી છે. સલમાન આ ફિલ્મની વાર્તા અને તેનાં સ્તર બાબતે ઘણો હકારાત્મક વલણ ધરાવે છે, જે મોટા પડદે જાેવા લાયક ફિલ્મ બનશે. સુત્રએ જણાવ્યું, “સલમાન ખાન અને ફરહાન અખ્તર છેલ્લા એક મહિનાથી નિયમિત મળે છે અને સાથે ફિલ્મ કરવા વિશે ચર્ચાઓ કરે છે. સલમાને અત્યાર સુધીમાં જેટલું પણ સાંભળવા મળ્યું છે એ એને ગમ્યું છે અને તેણે આ ફિલ્મમાં રસ પણ બતાવ્યો છે. હાલ આ ચર્ચાઓ ઘણી પ્રારંભિક તબક્કામાં છે હજુ કશું કાગળ પર આવ્યું નથી પરંતુ બંને પક્ષ આ ફિલ્મ બાબતે ઉત્સાહી છે, તેથી તેઓ પહેલી વખત સાથે કામ કરે એવી શક્યતા છે. ”સુત્રએ આગળ જણાવ્યું, “આ એક મોટા સ્તરની ઐતિસાહિક ફિલ્મ હશે, આ ફિલ્મ બે ભાગમાં બનાવવાનો વિચાર છે.” આ ફિલ્મ અને તેની કાસ્ટ વિશેની યોગ્ય માહિતી તો આ વર્ષના અંત સુધીમાં જ મળી શકશે. જાે યોગ્ય દિશામાં વાટાઘાટો પહોંચે તો સલમાન રાજ અને ડીકે પછી ફરહાનની ફિલ્મ શરૂ કરી શકે છે. જેનું શૂટિંગ ૨૦૨૭માં શરૂ થઈ શકે છે.





