આ જાહેરાત જન સુરાજ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષે કરી બાંકીપુર પેટાચૂંટણી: જન સુરાજ પાર્ટીએ પ્રશાંત કિશોરને મેદાનમાં ઉતાર્યા જનતાના આશીર્વાદ મળશે તો ચૂંટણી જીતીશ : પ્રશાંત કિશોર બિહારની બાંકીપુર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.
જન સુરાજ પાર્ટીએ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે, પાર્ટીના સંસ્થાપક પ્રશાંત કિશોર બાંકીપુર વિધાનસભા સીટ પરથી પેટાચૂંટણી લડશે. એટલે કે પાર્ટીએ બાંકીપુર વિધાનસભા બેઠક પરથી પ્રશાંત કિશોરને ઉમેદવાર જાહેર કર્યા છે. આ અંગેની જાહેરાત જન સુરાજ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ મનોજ ભારતીએ કરી છે. આ સાથે જ બાંકીપુરની પેટાચૂંટણી હવે વધારે રસપ્રદ બની ગઈ છે. પાર્ટી દ્વારા જાહેરાત કરાયા બાદ પ્રશાંત કિશોરે કહ્યું કે, છેલ્લા ૪ વર્ષોથી જન સુરાજ જ તેમની જિંદગી છે અને પાર્ટીએ જે જવાબદારી સોંપી છે, તેને તેઓ ઈમાનદારીથી નિભાવવાનો પ્રયાસ કરશે.
પ્રશાંત કિશોરે કહ્યું કે, જાે બાંકીપુરની જનતાના આશીર્વાદ મળશે તો તેઓ ચૂંટણી જીતશે. જનતાની અપેક્ષાઓ પર પૂરેપૂરા ખરા ઉતરવાનો પ્રયાસ કરશે. તેમણે વિશ્વાસ અપાવ્યો કે, જાે જનતા તેમને વિધાનસભામાં મોકલશે, તો ત્યાં તેઓ બાંકીપુરની જનતાનો અવાજ મજબૂતીથી ઉઠાવશે. પ્રશાંત કિશોરે આ પેટાચૂંટણીને માત્ર એક વિધાનસભા સીટની ચૂંટણી નહીં, પરંતુ બિહારની વર્તમાન સરકારની પરીક્ષા ગણાવી છે. તેમણે કહ્યું કે, હવે જાેવાનું રહેશે કે જનતા શું ર્નિણય લે છે. બાંકીપુરના મતદારોને અપીલ કરતાં તેમણે કહ્યું કે તેઓ કોઈ પાર્ટી કે ચહેરાને બદલે એવા ઉમેદવારને વોટ આપે જે ખરેખરમાં કામ કરતા હોય, ભલે તે કોઈપણ પક્ષના હોય.
હાલમાં કોંગ્રેસ નેતા ઋષિ મિશ્રાએ મોટું નિવેદન આપતાં જન સુરાજના સ્થાપક પ્રશાંત કિશોરને સમર્થન આપવાની વાત કરી છે. તેમણે કહ્યું કે, જાે કોંગ્રેસ, રાષ્ટ્રીય જનતા દળ (RJD) અને મહાગઠબંધનના અન્ય સહયોગી પક્ષો એકજુટ થઈને પ્રશાંત કિશોરને સમર્થન આપે, તો આ બેઠક પર ભાજપને હરાવી શકાય છે. ઋષિ મિશ્રાએ કહ્યું કે બાંકીપુર વિધાનસભા બેઠક છેલ્લા લગભગ ત્રણ દાયકાથી ભાજપનો ગઢ રહી છે. પરંતુ આ વખતે રાજકીય પરિસ્થિતિઓ બદલાઈ ગઈ છે. તેમના મતે, વિરોધ પક્ષો જાે વિખરાઈ જવાને બદલે એકજુટ થઈને ચૂંટણી લડશે, તો ભાજપને ચેલેન્જ આપી શકાશે.
બાંકીપુર વિધાનસભા બેઠક ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનના રાજ્યસભામાં જવાને કારણે ખાલી થઈ છે. આ જ કારણસર અહીં પેટાચૂંટણી યોજાઈ રહી છે. આ બેઠક પર ૩૦ જુલાઈએ મતદાન થશે અને ૩ ઓગસ્ટે મતગણતરી થશે.





