‘હું અવાજ ઉઠાવીશ ફરી દેશદ્રોહી કહેવાશે’ વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ દિલજીત દોસાંઝે સરકાર સામે બાંયો ચડાવી ખેડૂત આંદોલન બાદ મેં ઘણી કાનૂની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, જે અંગે હું હજુ પણ ખુલીને વાત કરી શકતો નથી દિલ્હીમાં CJP ના નેતૃત્વ હેઠળ NEET પરીક્ષામાં કથિત ગોટાળા અને શિક્ષણ સુધારાની માંગ સાથે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ એક્શન સામે મનોરંજન જગતમાંથી મોટો સપોર્ટ સાંપડ્યો છે. જાણીતા ગાયક અને અભિનેતા દિલજીત દોસાંજે સોશિયલ મીડિયા પર આ પ્રદર્શનને ખુલ્લું સમર્થન આપ્યું છે.દિલજીત દોસાંજે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું હતું કે, “જે કંઈ પણ થયું તે ખૂબ જ ખોટું છે. વિદ્યાર્થીઓ સાથે આ પ્રકારનો વ્યવહાર ન થવો જાેઈએ. હું સત્તાધીશોને વિનંતી કરું છું કે તેઓ વિદ્યાર્થીઓની માંગણીઓ સાંભળે.” અગાઉના ખેડૂત આંદોલનનો ઉલ્લેખ કરતાં તેણે ઉમેર્યું કે, “મને અગાઉ પણ ઘણી વાર ‘દેશદ્રોહી’ચિત્રવવામાં આવ્યો છે અને મને ખબર છે કે સત્ય બોલવા બદલ મને ફરી દેશદ્રોહી કહેવામાં આવશે. ખેડૂત આંદોલન બાદ મેં ઘણી કાનૂની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, જે અંગે હું હજુ પણ ખુલીને વાત કરી શકતો નથી. બાકી ઈશ્વર બધું જાેઈ રહ્યો છે.”દિલજીત ઉપરાંત બોલિવૂડના અન્ય સેલેબ્સ પણ વિદ્યાર્થીઓના સમર્થનમાં આવ્યા છે.





