સ્પર્ધાત્મક પરીક્ષા પાછળ વિદ્યાર્થી સરેરાશ નવ લાખનો ખર્ચ કરે છે દેશમાં ૧૫૦થી વધુ પેપર લીક: ૭.૫ કરોડ વિદ્યાર્થી અને તેના પરિવારોને સીધી અસર ગુજરાત સહિત દેશભરમાં પેપર લીક સંકટ રાષ્ટ્રીય મહામારી બની ગઈ છે: કોંગ્રેસનો આક્ષેપ આજે દેશમાં પેપર લીક એક મહામારી બની ગઈ હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યાે છે. NEET, JEE, SSB, UPSCઅ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાનો વિદ્યાર્થી દીઠ આશરે નવ લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. દેશમાં ૯ કરોડ યુવાનો વિવિધ પરીક્ષાઓની તૈયારી કરે છે. જેના કારણે પરિવાર પર આર્થિક બોજ, પરિવારનું દબાણ અને આટલું ઓછું હોય તેમ ભ્રષ્ટનીતિને કારણે લાખો યુવાનો વય મર્યાદા વટાવી જતા હોવાથી તકથી વંચિત રહી જાય છે. સમગ્ર વ્યવસ્થા પર કોચિંગ સેન્ટર, પરીક્ષા કેન્દ્ર, પેપર કાઢનાર, અનુવાદ કરનાર, પેપર છાપનાર અને ટ્રાન્સપોર્ટર અને સૌથી ઉપર સરકારી મંત્રાલય કબજાે કરીને બેઠા હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યાે છે.કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું છે કે, ભાજપ સરકારની ભ્રષ્ટ શિક્ષણ વ્યવસ્થા અને નીતિ, મેળાપીપણાં અને સિસ્ટમ ફેલ કરનારા તત્વો બેખૌફ બની ગયા છે. ગુજરાતની વાત કરીએ તો ૨૪થી વધુ પેપરો લીક થયા છે. જેમાં મુખ્યત્ત્વે જુનિ.ક્લાર્ક, ઊર્જા વિભાગ, તલાટી, ટેટ-ટાટ, બિન સચિવાલય, નાયબ ચીટનીસ, ક્લાર્ક, વન ગાર્ડ સહિતની પોસ્ટનો સમાવેશ થાય છે. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કોટાથી છાત્રો કી ગુંજ કાર્યક્રમનો પ્રારંભ કરી વિદ્યાર્થીઓની સમસ્યાઓ સરકારના કાન સુધી પહોંચાડવાની શરૂઆત કરી હતી. છેલ્લે રાહુલ ગાંધીએ દહેરાદૂનમાં ‘છાત્રો કી ગુંજ’ મેગા રેલીને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે, દેશમાં ૧૫૦થી વધુ પેપર લીકની ઘટનાઓએ ૭.૫ કરોડ વિદ્યાર્થી અને તેમના પરિવારો ઉપર વિપરીત અસર કરી છે, છતાં એક પણ ગુનેગારને સજા કરવામાં આવી નથી. લાખો ઉમેદવારો ભારે દબાણ હેઠળ પરીક્ષા આપે છે. વિદ્યાર્થીઓ સરેરાશ પાંચ વર્ષ સુધી રોજ ૧૦ કલાક અભ્યાસ કરે છે. આ તૈયારીમાં માત્ર ઉમેદવારો જ નહીં, પરંતુ તેમના પરિવારોનો પણ ભારે આર્થિક બોજ અને બલિદાનનો સમાવેશ થાય છે. દર વર્ષે લગભગ ૯ કરોડ ઉમેદવારો ૬૦૦,૦૦૦ સરકારી નોકરી મેળવવા સંઘર્ષ કરે છે. ભ્રષ્ટ નેટવર્ક સૌથી વધુ બોલી લગાવનારાઓને મોટી રકમમાં પેપર વેચે છે.





