‘ફાસ્ટ ટ્રેક કોર્ટ’ ની રચના કરવાનો મહત્વનો ર્નિણય ‘યુવાનોના ભવિષ્ય સાથે રમત કરનારને છોડાશે નહીં’ : મોદી દેશના યુવાનોનું હિત અને તેમનું ભવિષ્ય સરકાર માટે સર્વાેચ્ચ પ્રાથમિકતા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી NEET પેપર લીક થયા બાદ ઉગ્ર દેખાવો કરનારા કોકરોચ જનતા પાર્ટી અને વિપક્ષ હજુ આક્રમક વલણ અપનાવતા જઈ રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પેપર લીકની ઘટનાઓ સામે સરકારના આકરા વલણની જાહેરાત કરી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે દેશના યુવાનોનું હિત અને તેમનું ભવિષ્ય સરકાર માટે સર્વાેચ્ચ પ્રાથમિકતા છે. યુવાનોના ભવિષ્ય સાથે ખિલવાડ કરનારા કોઈપણ દોષિતને બક્ષવામાં આવશે નહીં.પેપર લીકના તમામ કેસોના ઝડપી નિકાલ અને દોષિતોને વહેલામાં વહેલી તકે કઠોરમાં કઠોર સજા સુનિશ્ચિત કરવા માટે સરકારે ‘ફાસ્ટ ટ્રેક કોર્ટ’ ની રચના કરવાનો મહત્વનો ર્નિણય લીધો છે. આ સંદર્ભે સંબંધિત વિભાગો અને અધિકારીઓને જરૂરી તમામ કાર્યવાહી ત્વરિત ધોરણે હાથ ધરવા માટે આદેશ આપી દેવામાં આવ્યા છે.વડાપ્રધાને ઉમેર્યું હતું કે, વિદ્યાર્થીઓના હિતોને સુરક્ષિત કરવા માટે સરકાર દ્વારા સતત લેવામાં આવી રહેલા ર્નિણયોની શ્રેણીમાં આ એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને સખત પગલું છે, જેનાથી ભવિષ્યમાં આવી ગડબડો અટકાવી શકાશે.





