શહેનાઝે કહ્યું હવે યોગ્ય પૈસા વગર કામ નહીં કરું ફ્રીમાં કામ કર્યું, પરંતુ તેનું માન મળ્યું નહીં : શહેનાઝ ગિલ શહનાઝ ગિલે પંજાબી મનોરંજન ઉદ્યોગથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ ‘બિગ બોસ ૧૩’માં પણ જાેવા મળી હતી
અભિનેત્રી શહનાઝ ગિલે મનોરંજન જગતમાં પોતાના સંઘર્ષ અને અનુભવ અંગે વાત કરતાં જણાવ્યું છે કે કારકિર્દીની શરૂઆતમાં તેણે અનેક પ્રોજેક્ટ્સમાં કોઈ ફી લીધા વિના કામ કર્યું હતું, પરંતુ તેના બદલામાં તેને અપેક્ષિત સન્માન મળ્યું નહોતું. હવે તે યોગ્ય ફી વિના કોઈ પણ પ્રોજેક્ટ સ્વીકારવા તૈયાર નથી.તાજેતરમાં આપેલાં એક ઇન્ટરવ્યૂમાં શહનાઝે જણાવ્યું કે ઘણી વખત તેમને પોતાની યોગ્ય ફી મેળવવા માટે લડવું પણ પડે છે.શહનાઝે કહ્યું, “પૈસા ખુબ મહત્વના છે. તે તમને સન્માન અપાવે છે. આજે હું જે ફી મેળવવાની હકદાર છું તે માગું છું, તો ક્યારેક મળે છે, ક્યારેક નથી મળતી અને ક્યારેક મેં જે માંગ્યું હોય તેનાથી ઓછું મળે છે. પરંતુ દરેક વ્યક્તિએ પોતાના હક માટે લડવું જાેઈએ. હું ખુબ મહેનત કરીને આજે અહીં સુધી પહોંચી છું.”તેણે કહ્યું, “હા, એક સમય એવો હતો જ્યારે મેં ઘણું કામ ફ્રીમાં કર્યું હતું. પરંતુ તેનું મને કોઈ સન્માન મળ્યું નહીં. મેં ઘણા લોકો માટે ઘણું બધું કર્યું, છતાં તેની કદર થઈ નહીં. હવે હું મારા હક માટે અવાજ ઉઠાવું છું.”શહનાઝે ઉમેર્યું કે જાે કોઈ ફિલ્મની વાર્તા બહુ સારી હોય તો તે ક્યારેક ફીમાં સમાધાન કરવા તૈયાર થાય છે.તેણે કહ્યું, “ક્યારેક તમને ખબર હોય છે કે તમને સારી ફી નહીં મળે, છતાં સ્ક્રિપ્ટ એટલી સારી હોય છે કે તમે તે ફિલ્મનો ભાગ બનવાનું પસંદ કરો છો. પરંતુ માત્ર પૈસા માટે મેં ક્યારેય કામની ગુણવત્તા સાથે સમાધાન કર્યું નથી.”શહનાઝ ગિલે પંજાબી મનોરંજન ઉદ્યોગથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ ‘બિગ બોસ ૧૩’માં તેની હાજરી અને દિવંગત અભિનેતા સિદ્ધાર્થ શુક્લા સાથેની મિત્રતાએ તેને દેશભરમાં લોકપ્રિય બનાવી હતી. તેમણે સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’થી બોલિવૂડમાં પ્રવેશ કર્યાે હતો.





