યુવતીએ કોહલીની બદનામી માટે મળતી ઓફરને ફગાવી વિરાટ કોહલીના એક લાઈકે બદલી નાખી જર્મન મોડેલની જિંદગી! લિઝે ખુલાસો કર્યાે કે એક પત્રકારે તો તેને વિરાટ કોહલીની ઈમેજ ખરાબ કરવા બદલ મોટા પૈસા ઓફર કર્યા હતા સોશિયલ મીડિયાની દુનિયામાં એક નાનો ‘લાઈક’ પણ કોઈની જિંદગી કઈ રીતે બદલી શકે છે, તેનું સૌથી મોટું ઉદાહરણ સાઉથ આફ્રિકામાં જન્મેલી જર્મન મોડેલ, સિંગર અને સ્પોર્ટ્સ પ્રેઝન્ટર લિઝની સ્ટોરી છે. લિઝનું એવું કહેવું છે કે ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી દ્વારા તેમની એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટને લાઈક કરવામાં આવ્યા બાદ તેની જિંદગી બદલાઈ ગઈ. આજે તેના ઈન્સ્ટાગ્રામ પર પાંચ લાખથી વધુ ફોલોઅર્સ છે અને ક્રિકેટ જગતમાં જાણીતો ચહેરો બની ચૂકી છે. ચાલો જાેઈએ બીજું શું કહ્યું છે લિઝે…લિઝે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યાે હતો કે જ્યારે વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર તેનો ફોટો લાઈક કરી, ત્યારે શરૂઆતમાં તો તેને ખ્યાલ જ નહોતો આવ્યો કે અચાનક તેના પ્રોફાઈલ પર આટલો ટ્રાફિક અને ચર્ચા કેમ થઈ રહી છે. જાેતજાેતામાં જ તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર ફોલોઅર્સની સંખ્યા પણ વધી ગઈ.જર્મની અને સાઉથ આફ્રિકાના અગ્રણી મીડિયાએ તેના પર રિપોર્ટ્સ પબ્લિશ કર્યા જાેતજાેતામાં તે હેડલાઈન્સમાં છવાઈ ગઈ. લિઝ અગાઉથી જ મોડેલિંગ અને બ્લોગિંગ કરતી હતી, પરંતુ વિરાટના એક લાઈકે તેને ઈન્ટરનેશનલ લેવલ પર એટલી ફેમ અપાવી કે જેની તેણે કલ્પના પણ નહોતી કરી.લોકપ્રિયતા મળ્યા બાદ અનેક પત્રકારોએ તેમનો સંપર્ક કર્યાે હતો. લિઝે ખુલાસો કર્યાે કે એક પત્રકારે તો તેને વિરાટ કોહલીની ઈમેજ ખરાબ કરવા બદલ મોટા પૈસા ઓફર કર્યા હતા. જાેકે, લિઝે આ પ્રસ્તાવને તુરંત જ ઠુકરાવી દીધો હતો. તેમનું માનવું છે કે કોઈ વ્યક્તિની છબીને નુકસાન પહોંચાડવા માટે જૂઠું બોલવું અથવા ખોટી વાતો ફેલાવવી તેમની નૈતિકતાની વિરુદ્ધ છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તે માત્ર લોકપ્રિયતા કે પૈસા માટે પોતાના સિદ્ધાંતો સાથે ક્યારેય સમાધાન કરી શકે નહીં.આઈપીએલની વાત કરીએ તો લિઝ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની સપોર્ટર છે અને ટૂર્નામેન્ટ દરમિયાન ટીમ પર સતત નજર રાખે છે. લિઝ અનેકવાર ભારત આવી ચૂકી છે અને તેમને ભારતીય સંસ્કૃતિ અતિ પ્રિય છે. ભારતીય ભોજનમાં તેનું સૌથી પ્રિય ડિશ ‘સમોસા’ છે.તાજેતરમાં જ ઈંગ્લેન્ડ ખાતે યોજાયેલા મહિલા ટી૨૦ વર્લ્ડ કપ દરમિયાન તેણે પ્રેઝન્ટર તરીકે કામ કર્યું હતું અને સ્મૃતિ મંધાના તથા હરમનપ્રીત કૌર જેવી સ્ટાર ખેલાડીઓનો ઈન્ટરવ્યુ લીધો હતો. મોડેલિંગ અને સ્પોર્ટ્સ પ્રેઝન્ટિંગ ઉપરાંત લિઝ સંગીત ક્ષેત્રે પણ સક્રિય છે અને હાલમાં જ તેમનું નવું મ્યુઝિક અલબમ રિલીઝ થયું છે જેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.





