(નીડર, નિષ્પક્ષ,તટસ્થ છગનલાલ મેવાડા) સુરત
ગુજરાત હાઇકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા પરિપત્રના વિરોધમાં વડોદરા બાર એસોસિએશન ના પગલે સુરત જિલ્લા બાર એસોસિએશને પણ મીટીંગોનો દોર ચાલુ કરતા આ પરિપત્રનો વિરોધ હવે જોર પકડી રહ્યો છે.
આમ ગુજરાત હાઇકોર્ટના નવા પરિપત્ર મુજબ હવે તમામ અરજી અને દસ્તાવેજો A4 સાઈઝના કાગળ ઉપર જ તૈયાર કરવાના રહેશે ઉપરાંત ડાબી અને જમણી બાજુ ૪-૪ સેન્ટિમીટર તેમજ ઉપર અને નીચે ૨-૨ સેન્ટીમીટર માર્જિન રાખવાની તેમજ તે નિર્ધારિત ફોન્ટ અને લિપિ નો ઉપયોગ કરવાની ફરજિયાત જોગવાઈ કરવામાં આવી છે.
જ્યારે વકીલોનું કહેવું છે કે આ નિયમના કારણે પાના નો મોટો ભાગ ખાલી રહી જાય છે જેના કારણે વધુ પાના નો ઉપયોગ કરવો પડશે પરિણામે ટાઈપિંગ, પ્રિન્ટિંગ અને દસ્તાવેજો ની તૈયારી નો ખર્ચ વધશે. જેના સીધો બોજ અરજદારો પર પડશે. વર્ષોથી પ્રચલિત ફોર્મેટ માં કામ કરતા વકીલોને પણ નવી પદ્ધતિ અપનાવવામાં વ્યવહારિક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
એ સાથે વડોદરા બાર એસોસિએશને સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી ગુજરાત હાઇકોર્ટ આ પરિપત્ર પાછો ખેંચશે નહીં અથવા તેમાં જરૂરી ફેરફારો કરશે નહીં ત્યાં સુધી વકીલો કોર્ટની તમામ કામગીરીથી દૂર રહેશે અને અચોક્કસ મુદતની હડતાળ યથાવત રાખવામાં આવશે. જેને કારણે અરજદારોના કામોની ઉપર પણ અસર પડતા મુશ્કેલીઓ સર્જાશે.





