ફિલ્મ ‘દાર્જિલિંગ’નું શૂટિંગ પૂરું કર્યું હવે દરરોજ સવારે ઊઠીને મને ગમતું કામ કરવાની તક મળે છે : બાબિલ બીજી તરફ બાબિલ હવે પોતાની આગામી ઓટીટી સિરીઝમાં એક અલગ જ પ્રકારના પાત્રમાં જાેવા મળશે ઇરફાન ખાનનો દિકરો અને એક્ટર બાબિલ ખાન હાલ પોતાની કારકિર્દીના સૌથી વ્યસ્ત અને મહત્વના તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. તાજેતરમાં તેણે ફિલ્મ ‘દાર્જિલિંગ’નું શૂટિંગ પૂરું કર્યું છે. હાલમાં તે એક નવી ઓટીટી સિરીઝના શૂટિંગમાં વ્યસ્ત છે અને સાથે જ પોતાની દક્ષિણ ભારતીય ફિલ્મોમાં ડેબ્યૂ કરવાની તૈયારી પણ કરી રહ્યો છે.પોતાની અલગ પ્રકારની અને અભિનયપ્રધાન ભૂમિકાઓ માટે જાણીતા બાબિલ ખાને અત્યાર સુધી વાર્તાને કેન્દ્રમાં રાખતી ફિલ્મો પસંદ કરી છે. તેના નવા પ્રોજેક્ટ્સની યાદી પણ તેને નવી પેઢીના પ્રતિભાશાળી અભિનેતાઓમાં વધુ મજબૂત સ્થાન અપાવી રહી છે.પોતાની વ્યસ્ત કારકિર્દી વિશે વાત કરતા બાબિલ ખાને કહ્યું, “હું ખુબ જ આભારી છું કે આજે હું એવા તબક્કે છું, જ્યાં દરરોજ સવારે ઊઠીને મને ખરેખર ગમતું કામ કરવાની તક મળે છે. હું જે પણ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છું, તે એકબીજાથી સંપૂર્ણપણે અલગ છે અને એક અભિનેતા તરીકે મને સૌથી વધુ એ જ બાબત ઉત્સાહિત કરે છે.”તેણે વધુમાં જણાવ્યું, “‘દાર્જિલિંગ’ હોય, ઓટીટી સિરીઝ હોય કે પછી મારી દક્ષિણ ભારતીય ફિલ્મોમાં ડેબ્યૂ, દરેક પ્રોજેક્ટ મને નવી લાગણીઓ અને નવા દૃષ્ટિકોણ શોધવા માટે પ્રેરિત કરી રહ્યા છે. આ સમય ચોક્કસપણે ઘણો વ્યસ્ત છે, પરંતુ મારી અત્યાર સુધીની સફરના સૌથી સંતોષકારક તબક્કાઓમાંનો એક પણ છે. હું દરરોજ કંઈક નવું શીખી રહ્યો છું અને આનાથી વધુ હું કંઈ માગી શકું તેમ નથી.”ફિલ્મ ‘દાર્જિલિંગ’નું શૂટિંગ પૂરું થયાં બાદ હાલમાં તેનું પોસ્ટ-પ્રોડક્શન ચાલી રહ્યું છે. બીજી તરફ બાબિલ હવે પોતાની આગામી ઓટીટી સિરીઝમાં એક અલગ જ પ્રકારના પાત્રમાં જાેવા મળશે.





