કીર્તિ સુરેશ આઇટમ નંબર માટે ટ્રોલ થઈ ‘રોલ નથી મળતા એટલે ડાન્સ નંબર કરી રહી છે’ ઘણી વખત રિલીઝ ડેટ બદલાયા બાદ હવે ‘ધ પેરાડાઇઝ’ ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે સાઉથ અને બોલિવૂડની એક્ટ્રેસ કીર્તિ સુરેશ તાજેતરમાં સાઉથના સુપરસ્ટાર નાનીની આગામી તેલુગુ ફિલ્મ ‘ધ પેરાડાઇઝ’માં ખાસ ડાન્સ નંબર કરતી હોવાની અટકળોને કારણે ચર્ચામાં છે. જાેકે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક યુઝરે એવો દાવો કર્યાે કે કીર્તિને હવે મજબુત રોલ મળતા નથી, તેથી તે ડાન્સ નંબર કરવા તૈયાર થઈ છે. કીર્તિએ આ કમેન્ટનો પોતાના અંદાજમાં જવાબ આપ્યો છે.ઇન્સ્ટાગ્રામ પર એક યુઝરે પોસ્ટ કરીને લખ્યું હતું કે કીર્તિ સુરેશ હવે ‘સબસ્ટેન્શિયલ રોલ્સ’ના અભાવે ડાન્સ નંબર કરી રહી છે. પોસ્ટમાં ફિલ્મને ભૂલથી કન્નડ ફિલ્મ તરીકે પણ ઓળખાવવામાં આવી હતી.આ પોસ્ટનો જવાબ આપતાં કીર્તિએ હળવા કટાક્ષ સાથે લખ્યું, “વેરા લેવલ પોંગા! ચિન્ના કરેકશન… નાની તેલુગુ ફિલ્મોમાં અભિનય કરે છે, કન્નડમાં નહીં.”કીર્તિના આ જવાબને સોશિયલ મીડિયા પર ચાહકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.શ્રીકાંત ઓડેલાના દિગ્દર્શનમાં બની રહેલી ‘ધ પેરાડાઇઝ’માં નાની મુખ્ય ભૂમિકામાં જાેવા મળશે. ‘દસરા’ બાદ નાની અને શ્રીકાંત ઓડેલાની આ બીજી ફિલ્મ છે. ‘દસરા’માં પણ કીર્તિ સુરેશે લીડ રોલ કર્યાે હતો.ફિલ્મમાં રાઘવ જુયાલ, મોહન બાબુ, કાયદુ લોહાર, તનિકેલા ભરણી, સોનાલી કુલકર્ણી, સંપૂર્ણેશ બાબુ અને ઈશ્વરી રાવ સહિતના કલાકારો મહત્વના રોલમાં જાેવા મળશે. ફિલ્મનું સંગીત અનિરુદ્ધ રવિચંદરે આપ્યું છે. ઘણી વખત રિલીઝ ડેટ બદલાયા બાદ હવે ‘ધ પેરાડાઇઝ’ ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.કીર્તિ સુરેશ આગામી સમયમાં કાર્તિક સુબ્બારાજના દિગ્દર્શનમાં બનેલી ‘ડોરોથી’માં જાેવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે ઋષિકાંત અને સનાથ પણ મહત્વનાં રોલમાં છે, જ્યારે સંગીત ઇલૈયારાજાએ આપ્યું છે. ફિલ્મ ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ રિલીઝ થશે.આ ઉપરાંત કીર્તિ વિજય દેવરાકોંડા સાથે ‘રાઉડી જનાર્ધન’માં પણ જાેવા મળશે. તે વેંકટેશ દગ્ગુબાટી અને નંદમૂરી કલ્યાણ રામ અભિનીત ‘વેન્કીઅનિલ૫’માં પણ મહત્વનો રોલ કરશે. તેની આગામી ફિલ્મોની યાદીમાં ‘સત્યવાન સાવિત્રી’, ‘અક્કા’ અને ‘રફ્તાર’નો પણ સમાવેશ થાય છે.





