અમીનને ઇજા થતાં હોસ્પિટલમાં લઈ જવાયો હતો.કાર અકસ્માતમાં માંડ-માંડ બચ્યો એઆર રહેમાનનો દીકરો.સંગીતકાર એઆર રહેમાનનો દીકરો એઆર અમીનની કાર એક કેબ સાથે અથડાતાં સામાન્ય ઈજા થઈ હતી.મ્યૂઝિક ડાયરેક્ટર છઇ રહેમાનનાં દીકરા એઆર અમીન ભયાનક અકસ્માતમાંથી માંડ માંડ બચ્યો છે. રવિવારનાં રોજ ચેન્નઈમાં તેની કાર ફ્લાયઓવર પરથી બીજી ગાડી સાથે ટકરાતા આ અકસ્માત થયો છે. આ સમયે સિંગરનાં દીકરાની સાથે તેનાં બીજા મિત્રો પણ હતા. જાે કે બન્નેને કોઈ ઈજા થઈ નથી, પરંતુ એઆર અમીન માંડ માંડ બચ્યો છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનાં રિપોર્ટ અનુસાર અમીન તેનાં મિત્રોની સાથે કોયમ્બેડુ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં તેમની ગાડી બીજા સાથે અથડાઈ. પોલીસે જણાવ્યું કે અમીન પોર્શ કારમાં સવાર હતો. અચાનક સાઈડ રોડથી એક કાર રસ્તામાં વચ્ચે આવી અને બન્ને ગાડીની ટક્કર થઈ. સુત્રોનાં જણાવ્યાં અનુસાર એઆર રહેમાનનો દીકરો પોતે આ ગાડી ડ્રાઈવ કરતો હતો.
અકસ્માત પછી આર્ટિસ્ટને કાવેરી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સામાન્ય ઇજા થવાની જાણ થઈ હતી. એવામાં ડોક્ટરોએ બન્નેને હોસ્પિટલમાંથી રજા આપી દીધી છે. જાે કે સલામત રીતે ઘરે પાછા આવી ગયા છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આમ, વાત કરવામાં આવે તો એઆર રહેમાન તેમનાં મ્યૂઝિકને કારણે દુનિયામાં ફેમસ છે. આ સમયે તેમનો દીકરો પણ પોતાની ઓળખ બનાવવા માટે અનેક ઘણી તૈયારીઓ કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, મણિરત્નમની ફિલ્મ ઓ કધલ કનમનીથી અમીને પ્લેબેક સિંગિંગમાં ડેબ્યૂ કર્યું છે, જેમાં મૌલા સલ્લીએ સોન્ગમાં અવાજ આપ્યો હતો. આ સાથે જ અનેક મ્યુઝિક કોન્સર્ટમાં પણ જાય છે.
એઆર રહેમાનનાં વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો સિંગર નમિત મલ્હોત્રા-નિતેશ તિવારીએ રામાયણમાં મ્યૂઝિક આપ્યું છે. આ સાથે જ સની દેઓલ અને પ્રીતિ ઝિન્ટાનું અપકમિંગ મૂવી બંટવારા ૧૯૪૭ માં એઆર રહેમાનનું મ્યૂઝિક સાંભળવા મળશે. આમ, વાત કરવામાં આવે તો એઆર રહેમાન આજે લાખો લોકોનાં દિલમાં રાજ કરે છે.





