ગાયકે ખોલ્યું મોટું રહસ્ય! ઓપરેશન ટેબલ પર જ સોનુ નિગમે કેમ ગાવાનું શરૂ કર્યું હતું મોહમ્મદ રફીનું ગીત? સોશિયલ મીડિયા પર સોનુ નિગમનો એક સર્જરી સમયે ગીત ગાતો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે બોલીવૂડના દિગ્ગજ અને લોકપ્રિય ગાયક સોનુ નિગમ તેમના અવાજ અને અદ્ભુત ગાયકી માટે દેશ-વિદેશમાં જાણીતા છે. તાજેતરમાં જ સોનુ નિગમ પોતાના જીવન સાથે જાેડાયેલો એક અત્યંત રસપ્રદ અને ચોંકાવનારો કિસ્સો શેર કર્યાે છે, જ્યારે હોસ્પિટલમાં તેમની સર્જરી ચાલી રહી હતી અને તેમણે મેડિકલ પ્રોસિજર દરમિયાન જ મહાન ગાયક દિવંગત મોહમ્મદ રફીનું ગીત ગાવાનું શરૂ કરી દીધું હતું.સોશિયલ મીડિયા પર સોનુ નિગમનો એક સર્જરી સમયે ગીત ગાતો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. હવે આ બાબતે સોનુ નિગમે ખુલાસો કર્યાે હતો કે જ્યારે તેમની એક સર્જરી ચાલી રહી હતી અને તબીબી ટીમ તેમનું ઓપરેશન કરી રહી હતી, ત્યારે તેમને એનેસ્થેસિયા કે લોકલ બહેરાશની અસર હેઠળ હોવા છતાં અચાનક ગીત ગાવાની ઈચ્છા થઈ હતી. તેમણે તે સમયે મોહમ્મદ રફી સાહેબનું પ્રસિદ્ધ ગીત ગાવાનું શરૂ કર્યું હતું.સોશિયલ મીડિયા પર તબીબો પણ એક ક્ષણ માટે આશ્ચર્યચકિત થઈ ગયા હતા કે ઓપરેશન ટેબલ પર સર્જરી ચાલુ હોવા છતાં કોઈ ગાયક આટલા સૂર અને તાલમાં કેવી રીતે ગાઈ શકે. સોનુ નિગમે આ ઘટના વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, મોહમ્મદ રફી સાહેબ તેમના માટે માત્ર એક આદર્શ કે પ્રેરણા નથી, પરંતુ તેમની રગ-રગમાં વસેલા છે. બાળપણથી જ તેઓ રફી સાહેબના ગીતો ગાતાં-ગાતાં મોટા થયા છે અને તેમને પોતાના સંગીતના ગુરુ માને છે.સોનુ નિગમે જણાવ્યું હતું કે જ્યારે શરીર કોઈ તણાવ કે શારીરિક પીડામાંથી પસાર થઈ રહ્યું હોય છે, ત્યારે મારો આત્મા અને મન આપોઆપ સંગીત અને રફી સાહેબના સૂર સાથે જાેડાઈ જાય છે. સર્જરી દરમિયાન મોહમ્મદ રફીનું ગીત ગાવાથી મને પીડાનો અહેસાસ ન થયો અને મનને શાંતિ મળી હતી.





