ફિલ્મ ફરહાન અખ્તર પ્રોડ્યુસ કરશે અને નીરજ પાંડે ડિરેક્ટ કરશે R.D. બર્મનની બાયોપિકમાં અક્ષય કુમાર રાજેશ ખન્નાની ભૂમિકા ભજવશે ફિલ્મના શૂટિંગ માટે અક્ષયે ૧૦ દિવસ ફાળવ્યા છે. ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબર ૨૦૨૬માં શરૂ થશે અગાઉ એવા અહેવાલો સામે આવ્યા હતા કે અક્ષય કુમાર અને નીરજ પાંડે આર.ડી. બર્મનની બાયોપિક માટે ફરી એકવાર કામ કરવા જઈ રહ્યા છે. અહેવાલમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે આ ફિલ્મમાં અક્ષય કુમારનો વિસ્તૃત કેમિયો હશે, જ્યારે આર.ડી. બર્મનની મુખ્ય ભૂમિકા ફરહાન અખ્તર ભજવશે.હવે અક્ષય કુમારના ચાહકો માટે એક ખાસ અને અપડેટ સામે આવી છે. વિશ્વસનીય સુત્રોના જણાવ્યા અનુસાર, અક્ષય કુમારે આર.ડી. બર્મનની બાયોપિકમાં સુપરસ્ટાર રાજેશ ખન્નાની ભૂમિકા ભજવવા માટે કરાર કર્યાે છે.સુત્રએ જણાવ્યું, “રાજેશ ખન્ના અને આર.ડી. બર્મન વચ્ચેનું જાેડાણ ખૂબ જ ખાસ હતું અને નિર્માતાઓ તેને પડદા પર ફરીથી જીવંત કરવા માગે છે. આ ભૂમિકા ભજવવા માટે અક્ષય કુમાર સ્વાભાવિક પસંદગી છે, ખાસ કરીને ટ્વિંકલ ખન્ના અને ડિમ્પલ કાપડિયા સાથેના તેના પારિવારિક સંબંધોને ધ્યાનમાં લેતાં તે આ રોલ માટે યોગ્ય મનાય છે.”સુત્રએ વધુમાં જણાવ્યું કે અક્ષય કુમાર ફિલ્મમાં પોતાના સસરા રાજેશ ખન્નાની ભૂમિકા ભજવવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.સુત્રના જણાવ્યા અનુસાર, “અક્ષય રાજેશ ખન્નાનો મોટો પ્રશંસક છે અને તે આ દિગ્ગજ અભિનેતાને ખૂબ પસંદ કરતો હતો. રાજેશ ખન્ના તેના સસરા પણ હતા. ફિલ્મના શૂટિંગ માટે અક્ષયે ૧૦ દિવસ ફાળવ્યા છે. ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબર ૨૦૨૬માં શરૂ થશે.”આર.ડી. બર્મનની બાયોપિકનું દિગ્દર્શન નીરજ પાંડે કરી રહ્યા છે અને એક્સેલ એન્ટરટેઇન્મેન્ટ ફિલ્મનું નિર્માણ કરી રહ્યું છે. નિર્માતાઓ આ ફિલ્મમાં તે સમયગાળાના અન્ય મહત્વપૂર્ણ પાત્રોની ભૂમિકા ભજવવા માટે અનેક કલાકારોને કાસ્ટ કરવાની તૈયારીમાં છે.ફિલ્મમાં ફરહાન અખ્તર આર.ડી. બર્મનની મુખ્ય ભૂમિકામાં જાેવા મળશે, જ્યારે અક્ષય કુમારનો વિસ્તૃત કેમિયો રાજેશ ખન્નાના પાત્રમાં હશે. રાજેશ ખન્ના અને આર.ડી. બર્મનની મિત્રતા અને વ્યાવસાયિક ભાગીદારીને પડદા પર કેવી રીતે રજૂ કરવામાં આવે છે, તે ફિલ્મનું એક મહત્વનું આકર્ષણ બની શકે છે.





