ફિલ્મ માટે પરેશ રાવલનું નામ પહેલેથી જ નક્કી થઈ ચૂક્યું છે ‘માલામાલ વીકલી ૨’માં રવિના ટંડન અને પરિણીતી ચોપરાની એન્ટ્રી રવિના ટંડન અને પરિણીતી ચોપરા બંનેની કોમિક ટાઇમિંગ ફિલ્મ માટે મહત્વની સાબિત થશે ‘માલામાલ વીકલી ૨’ વિશે વધુ એક મોટી અપડેટ સામે આવી છે. અગાઉ ફિલ્મના નિર્માણ અને દિગ્દર્શક અંગેના અહેવાલો બાદ હવે ફિલ્મની સ્ટારકાસ્ટમાં બે જાણીતી અભિનેત્રીઓ રવિના ટંડન અને પરિણીતી ચોપરાની એન્ટ્રી થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ અહેવાલોમાં સુત્રોના જણાવ્યા મુજબ, બંને અભિનેત્રીઓને ફિલ્મની સ્ક્રિપ્ટ અને પોતાના પાત્રોને ઘણા ગમ્યાં હતાં અને કોઈ વિલંબ કર્યા વગર ફિલ્મ માટે સંમતિ આપી દીધી હતી.સુત્રે જણાવ્યું કે ફિલ્મની વાર્તા અનુસાર બંને અભિનેત્રીઓ સંપૂર્ણપણે યોગ્ય છે. નિર્માતાઓ શરૂઆતથી જ તેમને ફિલ્મમાં લેવા ઇચ્છતા હતા અને સ્ક્રિપ્ટ સાંભળ્યા બાદ બંનેએ તરત જ ફિલ્મ સાઇન કરી લીધી છે.સુત્રોના જણાવ્યા મુજબ, રવિના ટંડન અને પરિણીતી ચોપરા બંનેની કોમિક ટાઇમિંગ ફિલ્મ માટે મહત્વની સાબિત થશે. રવિના ટંડને ૧૯૯૦ અને ૨૦૦૦ના દાયકાની અનેક કોમેડી ફિલ્મોમાં પોતાની આગવી છાપ છોડી છે. તાજેતરમાં રિલીઝ થયેલી ‘વેલકમ ટુ ધ જંગલ’ (૨૦૨૬)માં પણ તેની કોમિક ટાઇમિંગનાં વખાણ થયાં છે. બીજી તરફ, પરિણીતી ચોપરાએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત ‘લેડીઝ વર્સેસ રિકી બહલ’ (૨૦૧૧)માં હળવી અને રમુજી ભૂમિકાથી કરી હતી. તેથી ‘માલામાલ વીકલી ૨’માં બંનેની જાેડી દર્શકોને મનોરંજનનો ભરપૂર ડોઝ આપશે તેવી અપેક્ષા છે. ફિલ્મ માટે પરેશ રાવલનું નામ પહેલેથી જ નક્કી થઈ ચૂક્યું છે. હાલમાં નિર્માતાઓ અન્ય મહત્વના પાત્રો માટે જાણીતા કલાકારોની પસંદગી કરી રહ્યા છે.





