ટ્રોલર્સે કર્યા આકરા પ્રહારો આકાંક્ષા ચમોલાના ડાન્સ વીડિયો પર ફેન્સ ભડક્યા ગૌરવ ખન્નાની પત્ની અને એક્ટ્રેસ આકાંક્ષા ચમોલાએ હાલમાં જ ‘લોક અપ: સત્ય યા સજા’માં ખૂબ ચર્ચામાં રહી હતી ગૌરવ ખન્નાની પત્ની અને એક્ટ્રેસ આકાંક્ષા ચમોલાએ હાલમાં જ ‘લોક અપ: સત્ય યા સજા’માં ખૂબ ચર્ચામાં રહી હતી. હવે શો પૂર્ણ થયા બાદ પણ તે ચર્ચામાં જ છવાયેલી છે. જેનું કારણ એ છે તેના ઇન્ટરવ્યૂ અને તેમાં આપેલા નિવેદનો. એટલું જ નહીં, આકાંક્ષા ચમોલાનો એક ડાન્સ વીડિયો પણ ચર્ચામાં છે, જે તેણે હાલમાં જ શેર કર્યાે હતો. જેમાં તે ‘બહતે જાના હે’ પર કમાલ ડાન્સ કરી રહી છે. આ વીડિયો પર ઘણી કમેન્ટ્સ આવી રહી છે. આકાંક્ષાએ આ ડાન્સનો વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યાે હતો, જેમાં તે લાલ રંગના ટોપ અને જિન્સ પહેરી પોતાના સેન્સ્યુઅલ ડાન્સ મૂવ બતાવી રહી છે, પરંતુ એક તરફ ચાહકોએ તેના ડાન્સ અને અદાઓના વખાણ કર્યા બીજી તરફ અન્ય યુઝર્સે તેના પર આકરા પ્રહારો કરવાના શરૂ કર્યા હતા. આકાંક્ષાને સોશિયલ મીડિયા પર તેના આ વીડિયો પર યૂઝર્સ દ્વારા વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં અમુકે તેને ‘પાગલ ઔરત’, ‘નાગિન’, ‘નેવલી’, જેવા શબ્દોનો ઉપયોગ કર્યાે હતો. અમુક લોકો એવા પણ હતા જેમનું કહેવું હતું કે આકાંક્ષાએ ગૌરવ ખન્નાનો ફક્ત પબ્લિસિટી મેળવવા માટે ઉપયોગ કર્યાે હતો. ગૌરવ વગર તે કઈ નથી. હવે પબ્લિસિટી મળી તો તે આ રીતે પ્રતિક્રિયા આપી રહી છે. આકાંક્ષા ખન્ના હાલમાં જ ‘લોક અપ: સત્ય કે સજા’ રિયાલિટી શોમાં આવી તો તેણે પોતાના વિશે અમુક સિક્રેટસ જણાવ્યા હતા, જેણે સનસનાટી મચાવી દીધી હતી. આકાંક્ષાએ ગૌરવ ખન્ના સાથે છૂટાછેડા વિશે સ્પષ્ટતા કરી હતી અને કહ્યું હતું કે તે બંને એક વર્ષથી અલગ રહી રહ્યા છે અને છૂટાછેડા માટે વિચારી રહ્યા છે. આકાંક્ષાએ એ પણ કહ્યું હતું કે તેના અને ગૌરવ વચ્ચે પતિ-પત્ની જેવી કોઈ લાગણી નથી. આકાંક્ષાએ તેનું વધુ એક સિક્રેટ જણાવ્યું હતું કે તે બાયોસેક્સ્યુઅલ છે. જે વાતે સૌને ચોંકાવી દીધા હતા.





