એફિલ ટાવરથી પણ ઉંચો છે ચિનાબ બ્રિજ વિશ્વના સૌથી ઊંચા રેલવે ટ્રેક પર ‘બુલેટ’ ટ્રેનની સ્પીડે દોડી વંદે ભારત ઉત્તર રેલ્વેએ તેના સોશિયલ મીડિય પર ટ્રેક પર દોડતી ટ્રેનનો વીડિયો શેર કર્યો, તેને ભારતનું ગૌરવ ગણાવ્યું
દુનિયાનો સૌથી ઉંચો અને ભારતનો સૌથી પડકારજનક રેલ્વે ટ્રેક, ચેનાબ બ્રિજ પર વંદે ભારત પહેલી વખત ૧૦૦ કિમી/કલાકની ઝડપે દોડી છે, આ વીડિયો જાેયા બાદ દરેક વ્યક્તિ મંત્રમુગ્ધ થઈ ગયા. ઉત્તર રેલ્વેએ તેના સોશિયલ મીડિય પર ટ્રેક પર દોડતી ટ્રેનનો વીડિયો શેર કર્યો, તેને ભારતનું ગૌરવ ગણાવ્યું. આ રેલ્વે ટ્રેક ૧૮૦-ડિગ્રી ચઢાણ સાથે પડકારોથી ભરેલો છે.
તમને જણાવી દઈએ કે, ચિનાબ બ્રિજ પર બનેલો રેલવે ટ્રૈક એફિલ ટાવરથી પણ ઉંચો છે. આ રેલવે બ્રિજ ઉધમપુર-શ્રીનગર-બારામૂલા રેલવે લિંકનો ભાગ છે. આટલો ઉંચો રેલવે ટ્રેક પર વંદે ભારતનું દોડવું કોઈ સપનું સાચું થવાથી ઓછું નથી. ચિનાબ બ્રિજ ચિનાબ નદીથી અંદાજે ૩૫૯ મીટર ઉપર બનેલો છે. આ દુનિયાનો સૌથી ઉંચો રેલવે બ્રિજમાં ટોપ પર છે. તેની કુલ લંબાઈ ૧૩૧૫ મીટર છે. આ બ્રિજ પેરિસના એફિલ ટાવરથી પણ ઉંચો છે. દુનિયાનો સૌથી ઉંચો રેલવે ટ્રેક પર ૧૦૦ કિમીની સ્પીડથી ટ્રેન દોડે છે. રેલવે મંત્રાલયે નોર્દન રેલવેના જમ્મુ ડિવીનમાં શ્રી માતા વૈષ્ણો દેવી કટરા-બનિહાલ વચ્ચે ૧૧૧ કિમી નવા લાંબો બ્રોડ-ગેજ રેલ સેક્શન પર ટ્રેનોની મહત્તમ પરવાનગી ગતિ ૧૦૦ કિમી/કલાક સુધી વધારવાની મંજૂરી આપવામાં આવી હતી. અગાઉ, આ સેક્શન પર શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-સાંગલદાન સેક્શન માટે ૮૫ કિમી/કલાક અને સાંગલદાન-બનિહાલ સેક્શન માટે ૭૫ કિમી/કલાકની પરવાનગી ગતિ હતી.
નોર્દર્ન રેલવેએ ચિનાબ બ્રિજ પર દોડતી વંદેભારત ટ્રેનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી લખ્યું, ભારતનું ગૌરવ વિશ્વનો સૌથી ઉંચો રેલ આર્ચ પુલ ચિનાબ બ્રિજ પર દોડતી વંદે ભારત એક્સપ્રેસ, તમને જણાવી દઈએ કે, ચિનાબ રેલવે ટ્રૈક પર જાન્યુઆરી ૨૦૨૫માં છેલ્લું સફળ પરિક્ષણ કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ આ ટ્રૈક પર શ્રીનગર -કટરા વંદે ભારત સેવા શરુ થઈ હતી. એપ્રિલ ૨૦૨૬માં આને જમ્મુ તવી સુધી વધારવામાં આવી હતી.
ચેનાબ પુલ એવી ટેકનોલોજીથી બનાવવામાં આવ્યો હતો કે, ભૂકંપ પણ તેને નુકસાન પહોંચાડી શક્યો નહીં. રેલવે માટે તેનું નિર્માણ સરળ કાર્ય નહોતું. બદલાતા હવામાન, સાંકડા રસ્તાઓ, ઉંચી ટેકરીઓ અને અસ્થિર ખડકોએ તેને વધુ પડકારજનક બનાવ્યું હતુ.





