(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા) સુરત.
સુરત શહેર અને જિલ્લામાં મોટા મોટા પ્રોજેક્ટોના મોટા હોર્ડિંગ્સો લાગેલા હોય છે. આ હોર્ડીંગ્સો લગાવનારા પૂર્વે કોઈ કરિયાણાની દુકાન ચલાવતા હતા, તો કોઈ તેલનો ધંધો કરતા હતા, કોઈ કાપડના બ્રોકર (આડતિયા) તરીકે ધંધો કરતા હતા, કોઈક ટેક્ષ્ટાઇલ માર્કેટમાં કાપડની દુકાનનો નાનો-મોટો ધંધો કરતા હતા, કોઈક એસીયન્ટ પેઇન્ટ કલરનો ધંધો કરતા હતા, માર્કેટોમાં દુકાનોની બ્રોકરિંગ કરતાં હતા તે બ્રોકરો આજે મોટા ગજાના બિલ્ડરો બની બેઠા છે અને એમના ધ્વારા ઉપરોક્ત હોર્ડીંગ્સો લગાવવામાં આવેલા હોય છે જેવાકે માર્કેટ, ઇન્ડસ્ટ્રીયલ, રેસિડેન્સિયલ હાઈરાઇઝ બિલ્ડિંગો હોય, કોમર્શિયલ બંગલા કે સોસાયટી હોય તે એક સમયમાં નાના મોટા ધંધા જ કરતા આવ્યા હતા.. જે નાની-મોટી જગ્યાની બ્રોકરીંગ કરનારા જે આજે ટૂંક સમયમાં કોઈકના કોઈકના માધ્યમથી નાના-મોટા રાજકીય આગેવાનોની આંગળી પકડી એકાએક રાજયના મુખ્યમંત્રી કે દેશના વડાપ્રધાન સુધી પહોંચનારાઓ પાસે એકાએક જાદુઈ છડી આવી જાય છે કે પારસ મણિ પથ્થરની જેમ લોખંડ પણ સોનું બની જાય છે એવું બની જાય છે કે પછી રાતોરાત નોટ છાપવાની મશીનો લાગી જાય છે તેનાથી કરોડો-અબજોના માલિક બની જતા હોય છે એ વિચારવા જેવો સવાલ છે.
ત્યારે એની આ જાહોજહાલી પાછળનું રહસ્યતો ખરેખર રાજકીય આગેવાનો, IAS, IPS અધિકારીઓના મેળાપીપણામાં વિવાદિત જગ્યા હોય અથવા કોઈ મંદિરો કે ટ્રસ્ટની જગ્યા હોય કે વકફ બોર્ડની જગ્યા હોય કે અશાંતધારામાં આવતી જગ્યા હોય આવી બધી મિલકતો બિલ્ડરોને પધરાવવા માટે આવતી હોય છે અને પ્લાન મંજૂર થઈ જતાં હોય, કાયદેસર લીગલી કરી દેવામાં આવતા હોય છે. આડકતરી રીતે કોઈ પણ અડચણ હોય તો રાજકીય આશીર્વાદ અને અધિકારીઓની મીલીભગત ના કારણે એમના પ્લાન મંજૂર થઈ જતાં હોય છે, રજા ચિઠ્ઠી, BUC પરમિશન, NOC પણ મળી જતી હોય ત્યારે નાના-મોટા મધ્યમ વર્ગના લોકોને પોતાને રહેવા માટે એક મકાનની મહત્વકાંક્ષા હોય છે સાથે સાથે રોજીરોટી માટે કોર્મિશીયલ દુકાન કરવા માટે તેમના પ્લાન મંજૂર થતા નથી.ત્યારે એની સામે મોટા માથાવાળા બિલ્ડરોના પ્રોજેક્ટમાં ડિમોલેશનો કરાતાં નથી, પછી ભલે તેમાં રેસિડન્સ ના પ્લાન મંજૂર થયો હોય છતાં કોમર્શિયલ માર્કેટો ઊભી કરવામાં આવે છે. પછી ભલે તે આજુબાજુની સોસાયટીઓના રહીશોને વાંધો હોવા છતાં પ્રપોજલ રોડ રસ્તા ના વિવાદ હોવા છતાં માર્કેટોના પ્લાન મંજૂર કરી દેવાતા હોય છે. અને માર્કેટો બનાવી દેતા હોય છે.
અને આવી કોમર્શિયલ માર્કેટોમાં બ્રોકરોના માધ્યમથી ૩૫% થી ૪૦% એડવાન્સ બુકિંગની રકમ લઈને અને એજ પ્રોજેકટોને ૧૦-૧૨ વર્ષો સુધી પૂરા કરવામાં આવતા નથી અને ૧૦-૧૨ વર્ષ સુધી આવા પ્રોજેકટો ધૂળ ખાતા પડી રહે છે રેરાના કાયદા મુજબ બાંધકામ અંગે ચોક્કસ સમય મર્યાદા નક્કી કરેલ હોય છે છતાં તેનો સરેઆમ ભંગ કરાય છે છતાં કાયદાનું પાલન કરાવવાની જેઓની જવાબદારી છે તેઓ અગમ્ય કારણોસર આ બાબત ઉપર લક્ષ આપવામાં નિષ્ફળ ગયા છે કે તેઓનું ધ્યાન બીજે કેન્દ્રિત કરવા વહેવારો થયેલા છે અને જરૂરિયાતમંદો પાસેથી દુકાનો બુક કરાવી ૩૫% થી ૪૦% એડવાન્સ લઈ લેતા હોય છે. જે માત્ર સોદા-ચિઠ્ઠી કે ડાયરી પરથી લાખો,કરોડો રૂપિયા લઈ લેતા હોય છે. અને ૧૦-૧૨ વર્ષ સુધી પ્રોજેક્ટોના પઝેશન સોંપવામાં આવતા નથી. ૩૫%-૪૦% પૈસા લીધા હોવા છતાં અન્ય વ્યક્તિ ના નામે દુકાનો બૂક કરાવેલ હોય તો અન્ય ને વેચી મારતા હોય છે. રેરાના કાયદા મુજબ સમયમર્યાદામાં પ્રોજેક્ટ પૂરા ના થાય તો જે જરૂરિયાતમંદો એ પૈસા ભરેલા હોય અને નિયમિત સમયમાં પઝેશન મળતું નથી. તેવા બિલ્ડરો ઉપર રેરાના કાયદા મુજબ સમય મર્યાદામાં પ્રોજેક્ટ પૂરા ના થયા હોય તે ઉપર લીગલ કાર્યવાહી થઈ શકે છે. અને તેઓના સિગ્નેચર એક્ષ્પોર્ટ ના માધ્યમથી સોદા-ચિઠ્ઠી કે ડાયરી ઉપરથી જે પૈસા લાખો-કરોડોમાં લેવામાં આવ્યા છે તેની ઉપર ૪૨૦ ના ગુનાની ક્રિમિનલ (ફોજદારી) ફરિયાદ કરીને ગુનો દાખલ થઈ શકે. તે માટે ન્યાયાલય ધ્વારા પણ ગુનો દાખલ થઈ શકે છે. આવા પ્રોજેકટોમાં જે લોકોના નાણાં ફસાયેલા છે એ લોકોએ બિલ્ડરોથી ડરવું ના જોઈએ. અને જેમની પાસે સોદા-ચિઠ્ઠી, ડાયરી હોય તેઓને લાગતું હોય કે તેઓ પાસે પાકા પુરાવા રજીસ્ટર સાટાખત કે દસ્તાવેજ નથી એટલે એવું નહીં માની લેવાનું કે લીગલી બિલ્ડરો ઉપર કશું થઈ શકતું નથી એ ખોટી માન્યતા છે.
આમ આવી રીતે બિલ્ડરોથી છેતરાયેલા લોકો હોય તેમને લીગલી રીતે એડવોકેટના માધ્યમથી સમય મર્યાદા ૧૦-૧૫ દિવસની નોટિસ આપવામાં આવે. એ નોટિસ આપ્યા પછી નિકાલ નહીં થાય અથવા સંતોષકારક જવાબ આપવામાં નહીં આવેતો લીગલી સોદા ચિઠ્ઠી, ડાયરી ઉપર સાઇન થયેલા સિગ્નેચર, સિગ્નેચર એક્સપર્ટ ધ્વારા ચેક કરાવી ન્યાયાલયમાં વિકાસ ગ્રાહક સુરક્ષા અને સંશોધન કેન્દ્ર ના માધ્યમથી ગુનો દાખલ કરાવી શકાય છે. રેરા ના કાયદા મુજબ સમયમર્યાદામાં પઝેશન નહીં મળે તો વ્યાજ સાથે પૈસાની ચુકવણી પણ વસૂલ કરી શકે છે. અને ન્યાયાલયમાં પોતાના એડવોકેટ ધ્વારા જે ખર્ચો થાય તે જ તમારે ભોગવવો પડશે અને ન્યાય મેળવી શકાય છે. હવે જોઈએ કેટલાક એવા પ્રોજેકટો કે જેમાં ઘણા લોકોના નાણાં ફસાયેલા છે એમને નથી નાણાં પાછા મળ્યા કે નથી એમણે બુકિંગ કરાવેલી મિલકત મળી.
પ્રાપ્ત માહિતી મુજબ સુરત શહેરના રાજહંસ ગ્રૂપ ધ્વારા રાંદેર ગોરટમાં અશાંતધારાનો દૂર ઉપયોગ કરે છે. જેનો સર્વે નં. ૪૩૫, ટી.પી સ્કીમ નં. ૧૧ (અડાજણ) ફા પ્લોટ નં. ૮૬ વાળી જમીન ઉપર બાંધવામાં આવેલ રાજહંસ યુનિકા ના બિલ્ડિંગ નં. એ, બી, સી, ડી, ઇ, એફ, જી. તેમજ સહારા દરવાજા કોર્નર પોઈન્ટ પર ટ્વિન ટાવર, ઓર્બિટ ટાવર અને ૧૦૧ સુરાણા થી પેટ્રોલ પંપ સુધી આગળ ટેક્ષટાઇલ માર્કેટ સુધી આવેલા સુરાણા બિલ્ડરોનો પ્રોજેકટો છે તે જગ્યા નવાબની છે અને લીઝ પટ્ટાની છે. એ પણ લોકોની આંખમાં ધૂળ નાંખી છે. જે રીતે સુરત ટેક્ષટાઇલ માર્કેટની લીઝ પૂરી થતાં આ માર્કેટોના વેપારીઓ એ રાતા પાણી રોવાનો વાળો આવ્યો છે.એજ રીતે સુરાણા પ્રોજેકટની લીઝ પૂરી થતાં તે માર્કેટના લોકોને પણ રોવાનો વાળો આવવાનો છે. આવી જ રીતે ગ્લોબલ ટેક્ષટાઈલ માર્કેટના બિલ્ડરો SNS ગ્રુપના માધ્યમથી એ ગ્લોબલ માર્કેટની જગ્યા નવાબની છે અને લીઝ પટ્ટાની છે. તેમાં વકફ બોર્ડની પરમીશન લેવામાં આવી નથી. લીઝ પટ્ટા પર હોય તો દસ્તાવેજ કરવાનો કોઈ રાઇટ હોતો નથી. તે પણ એક SNS ગ્રુપના બિલ્ડરો ધ્વારા વેપારીઓ સાથે મોટો ફોર્ડ કર્યો છે અને લોકોની આંખમાં ધૂળ નાંખી છે. એજ રીતે સાકેત માર્કેટના બિલ્ડરો ધ્વારા રેસિડન્ટ વિસ્તાર હોવા છતા પ્રપોઝલ રોડ બતાવી પ્લાન મંજૂર કરાવેલ છે. ૧૦–૧૨ વર્ષ સુધી લોકોને કબ્જા સુપરત કરવામાં આવ્યા નથી. ૩૫%–૪૦% બુકિંગના લાખો-કરોડો રૂપિયા રકમ લઈ બુકિંગ કરાવનારાઓને વર્ષો સુધી પઝેશન મળેલ નથી. અને તેમ કરી રેરાના કાયદાનો ભંગ કરેલ છે અને કાયદા મુજબ વ્યાજ સહિત નાણાં ચૂકવવા જોઈએ.
સુરત શહેર અને જિલ્લામાં IAS,IPS અધિકારીઓ તરીકે નિમણૂંક પામેલા અધિકારીઓએ તેમની બે નંબરની કમાણી મોટા-મોટા બિલ્ડરોના પ્રોજેક્ટોમાં જે રોકાણો કરેલા છે એજ રીતે મોટા મોટા રાજકારણીઓ પણ તેઓની કાળી કમાણી આવા પ્રોજેકટોમાં રોકી આવા બિલ્ડરોના ભાગીદાર બનતા હોય છે. અને આ રીતે આ અધિકારીઓ અને રાજકારણીઓના પૈસે બિલ્ડરો આજે લાખો-કરોડોમાં રમતા થઈ ગયા છે.




