સાડી પહેરી આવ્યો, પાણી છાંટ્યું મુંબઈમાં એરહોસ્ટેસની સાથે કિન્નરના વેશમાં આવેલા વ્યક્તિએ કર્યો બળાત્કાર મહિલાના માથા પર હાથ રાખ્યો અને પછી તેને હિપ્નોટાઇસ કરી તેનો બળાત્કાર કર્યો અને ફરાર થઈ ગયો હતો મુંબઈના પવઈ વિસ્તારમાં ગુરૂવારે એક ચોંકાવનારી ઘટના બની છે. જ્યાં ટ્રાન્સજેન્ડર બની ફરી રહેલા એક વ્યક્તિએ આશીર્વાદ આપવાના નામ પર એક મહિલા સાથે તેના ઘરમાં ઘૂસી બળાત્કાર કર્યો છે. રિપોર્ટ્સ પ્રમાણે ૨૫ વર્ષીય એરહોસ્ટેસનો વિશ્વાસ જીતવા માટે આરોપીઓ તેના ઉપર પાણી છાંડ્યું. પછી મહિલાના માથા પર હાથ રાખ્યો અને પછી તેને હિપ્નોટાઇસ કરી તેનો બળાત્કાર કર્યો અને ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આ સનસનીખેજ ઘટના મંગળવારે બપોરે ૧૨.૨૦ કલાકથી ૧૨.૫૦ વચ્ચે થઈ છે. ૨૮ વર્ષીય આરોપી અનિલ શિંદે ટ્રાન્સજેન્ડરનો વેશ બનાવી પવઈ સ્થિત એક એપાર્ટમેન્ટમાં પ્રવેશ્યો હતો. અહીં તેણે પહેલા સિક્યોરિટી ગાર્ડનો વિશ્વાસ જીત્યો અને પછી બિલ્ડિંગના ત્રીજા માળે પહોંચ્યો હતો. જાણકારી પ્રમાણે આરોપીએ ઘણા દરવાજા ખખડાવ્યા હતા. તેમાંથી એક પીડિતાનો પણ ફ્લેટ હતો. હકીકતમાં મહિલાનો પતિ આ દિવસોમાં હોસ્પિટલમાં દાખલ છે. જ્યારે આરોપીએ દાવો કર્યો કે તે ખરાબ નજર ઉતારી તેના બીમાર પતિને ઠીક કરી શકે છે, તો પીડિતા તેની વાતોમાં આવી અને તેણે ફ્લેટનો દરવાજાે ખોલ્યો અને તેને ઘરમાં પ્રવેશ આપ્યો હતો.
ફરિયાદ પ્રમાણે અંદર આવવા પર તેને ખબર પડી કે લગ્નના ૫ વર્ષ બાદ પણ મહિનાને બાળક થયું નથી અને આ વાતને લઈ તે પરેશાન હતી. ત્યારબાદ તેણે બાળક માટે આશીર્વાદના નામ પર એક ખાસ વિધિની વાત કરી. મહિલા તેની વાતોમાં આવી ગઈ. ત્યારબાદ આરોપીએ મહિલા પર પાણી છાંડ્યું અને તેને હિપ્નોટાઇઝ કરવા લાગ્યો. ત્યારબાદ મહિલાના માથા પર હાથ રાખી ફૂંક મારી હતી. મહિલાનો આરોપ છે કે ત્યારબાદ આરોપીએ તેની સાથે દુષ્કર્મ કર્યું. જ્યારે મહિલાને ખબર પડી તો આરોપી ત્યાંથી ભાગી ગયો હતો. જાણકારી પ્રમાણે તેણે જવા સમયે મહિલા પાસેથી ૨૦૦ રૂપિયા પણ લીધા હતા.
ઘટના બાદ મંગળવારે રાત્રે આશરે ૧૧ કલાકે પીડિતા પોલીસ સ્ટેશન પહોંચી અને ફરિયાદ દાખલ કરાવી હતી. ત્યારબાદ ડેપ્યુટી કમિશનર વેસ્ટ ઝોન-૩ દત્તા નાલાવડેના માર્ગદર્શનમાં એક ટીમે તપાસ શરૂ કરી. પોલીસની ટીમે પવઈની ઈમારતથી લઈને કલવા સુધી રસ્તામાં લાગેલા ૧૦૦થી વધુ સીસીટીવી ફુટેજની તપાસ કરી હતી. આરોપીની મૂવમેન્ટને ટ્રેક કરતા પોલીસ એક ઝુપડપટ્ટી વસ્તીમાં પહોંચી જ્યાંથી આરોપી અનિલ શિંદેની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછમાં સામે આવ્યું કે આરોપીનો પરિવાર કિન્નરનો વેશ બનાવી આ પ્રકારના કામમાં સામેલ કર્યો છે. પોલીસ તપાસ કરી રહી છે કે આરોપી શું આ પહેલા આવી ઘટનાઓને અંજામ આપી ચૂક્યો છે. હાલ તેના વિરુદ્ધ દુષ્કર્મ અને કાળા જાદૂનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.





