૪૭ વર્ષે અમેરિકાની મુસ્લિમ દેશને મોટી ભેટ અમેરિકાએ સીરિયાને આતંકવાદની બ્લેક લિસ્ટમાંથી હટાવ્યું આતંકવાદ પ્રાયોજિત દેશનો ટેગ હટવાથી સીરિયામાં વિદેશી રોકાણ અને ખાનગી કંપનીઓ માટે નવા દરવાજા ખુલશે
અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને સીરિયાને આતંકવાદને પ્રાયોજિત કરનારા દેશોની યાદી માંથી ઔપચારિક રીતે હટાવી દીધું છે. અમેરિકાના આ ઐતિહાસિક ર્નિણયથી સીરિયા પર દાયકાઓથી લાદવામાં આવેલા કડક આર્થિક અને વ્યાપારી પ્રતિબંધોમાંથી મુક્તિ મળવાનો રસ્તો સાફ થયો છે. આ ઉપરાંત અમેરિકા દ્વારા સીરિયાને સૈન્ય મદદ આપવાની શક્યતાઓ પણ વધી ગઈ છે. અમેરિકી વિદેશ મંત્રી માર્કાે રૂબિયોએ આ ર્નિણયને સીરિયાના નાગરિકોના સારા ભવિષ્ય અને આર્થિક પ્રગતિ માટેનું એક મહત્ત્વપૂર્ણ કદમ ગણાવ્યું છે.અમેરિકાએ આ ર્નિણય સાથે અલ-શરાના સંગઠન હયાત તહરીર અલ-શામ (HTS) ને પણ ગ્લોબલ ટેરરિસ્ટની સૂચિમાંથી મુક્ત કરી દીધું છે. આ ર્નિણયનો સીધો ફાયદો સીરિયાના વર્તમાન રાષ્ટ્રપ્રમુખ અહમદ અલ-શરાને મળશે. શરા અગાઉ HTS ના વડા હતા અને તેમનું જૂનું નામ અબુ મોહમ્મદ અલ-જાેલાની હતું. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ અહમદ અલ-શરા પ્રત્યે હકારાત્મક વલણ દાખવતાં તેમને અત્યંત પ્રતિષ્ઠિત અને મજબૂત નેતા ગણાવ્યા હતા. બંને નેતાઓ વચ્ચે અગાઉ મુલાકાત પણ થઈ ચૂકી છે.અમેરિકાએ વર્ષ ૧૯૭૯ માં સીરિયાને સ્ટેટ સ્પોન્સર ઓફ ટેરરિઝમની યાદીમાં મૂક્યું હતું. ત્યારથી દાયકાઓ સુધી સીરિયા પર અનેક આર્થિક પ્રતિબંધો લાગેલા હતા. વિદેશ મંત્રી માર્કાે રૂબિયોના જણાવ્યા મુજબ, શરા સરકારે ISIS અને અલ-કાયદા જેવા આતંકી નેટવર્ક સામે કડક ઝુંબેશ ચલાવી છે અને ગ્લોબલ ગઠબંધનમાં જાેડાણ કર્યું છે, જેથી અમેરિકાએ આ ર્નિણય લીધો છે.આતંકવાદ પ્રાયોજિત દેશનો ટેગ હટવાથી સીરિયામાં વિદેશી રોકાણ અને ખાનગી કંપનીઓ માટે નવા દરવાજા ખુલશે, જેથી દેશની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. આ ર્નિણય એવા સમયે આવ્યો છે જ્યારે ઇઝરાયલ અને સીરિયા વચ્ચે પ્રાદેશિક તણાવ વધેલો છે. તાજેતરમાં ઇઝરાયલે સીરિયાના અબુ અલ-દુહૂર એરબેઝ પર હુમલો કર્યાે હતો. આવા સંવેદનશીલ વાતાવરણમાં અમેરિકાનો આ ર્નિણય પશ્ચિમ એશિયામાં ટ્રમ્પ પ્રશાસનની વિદેશ નીતિમાં મોટો બદલાવ દર્શાવે છે.





