(છગનલાલ મેવાડા દ્વારા) સુરત.
ભારતના લોકોની આસ્થા સાથે જોડાયેલા અને કરોડો નું દાન મેળવનાર અયોધ્યાના રામમંદિરમાં થયેલી કરોડો રૂપિયાના દાનની ચોરીનો પર્દાફાશ કરનારા સૌ પ્રથમ પત્રકારો માંના એક એવા પત્રકાર અભિષેક ઉપાધ્યાયેઆરોપ લગાવ્યો છે કે ગાઝીયાબાદ પોલીસ તેમને અને તેમના પરિવારને હેરાન કરી રહી છે. ૨૧ ઓગસ્ટના રોજ X (એક્સ) પર એક પોસ્ટમાં, પત્રકાર ઉપાધ્યાયે આરોપ લગાવ્યો હતો કે પોલીસ તેમના ઘરે ગઈ હતી અને તેમના પરિવારના સભ્યોની પૂછપરછ કરી હતી. આ રીતે વારંવાર પોલીસ ની મુલાકાત સતત હેરાનગતિનો એક ભાગ છે. આ એજ પત્રકાર છે કે જેમના અહેવાલોને કારણે આ દાણચોરી ના સમાચારો રાષ્ટ્રીય સ્તરની હેડલાઈન્સ માં આવ્યા અને એના કારણે રાજીનામા પડયા સાથે SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) દ્વારા આ દાન ચોરી કેસની તપાસ શરૂ કરાઈ હતી. ઉપરાંત પત્રકાર અભિષેક ઉપાધ્યાયે આરોપ લગાવ્યો હતો કે અગાઉ થયેલ FIR માં યોગી આદિત્યનાથને ભગવાન અને મને વિદેશી ભંડોળ આપનારાઓનો એજન્ટ તરીકે વર્ણવવામાં આવ્યો હતો. આથી એવું લાગે છે કે દાન ચોરો વિરુદ્ધ કોઈ કંઈ લખી કે બોલી શકતું નથી. એ સાથે પોલીસ કાનૂની અને બંધારણીય સુરક્ષાને અવગણીને તેમનો પીછો કરી રહી છે.
૭મી જૂને રામ મંદિરમાં ચોરીના સમાચાર આપ્યા હતા, ત્યારથી મારી વિરુદ્ધ ફરિયાદો અને FIR દાખલ થવી એ રોજિંદી ઘટના બની ગઈ છે. હું તેમના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરી રહ્યો છું અને એ તેમની સમસ્યા છે. ઉત્તરપ્રદેશના સરકારી વિભાગોમાં હિન્દુ-મુસ્લિમ રાજકારણના આડમાં ભ્રષ્ટાચાર વ્યાપક છે.
સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે આ FIR ના સંદર્ભમાં ઉપાધ્યાય વિરુદ્ધ કોઈ દંડાત્મક કાર્યવાહી કરવામાં ન આવે. આ આદેશ સુપ્રીમે ૪ ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ આપેલો હતો અને સાથે જણાવ્યું હતું કે પત્રકાર સામે ફક્ત એટલા માટે ફોજદારી કેસ દાખલ ન થવો જોઈએ કે તેમના લખાણોને સરકારની ટીકા માનવામાં આવે છે.





