મોંઘવારીમાંથી રાહત મળવાની શક્યતા ખાંડના ભાવ ગગડીને ૫૧ રૂપિયા કિલોએ પહોંચ્યા કેન્દ્ર સરકારના કડક પગલાંથી દેશમાં ખાંડના ભાવ ગગડ્યા છે; માત્ર ૪ દિવસમાં છૂટક બજારમાં પ્રતિ કિલો ૮ સુધીનો ઘટાડો દેશમાં ખાંડના વધતા ભાવ પર અંકુશ મેળવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા કડક નીતિગત પગલાંની અસર હવે બજારમાં સ્પષ્ટપણે જાેવા મળી રહી છે. દેશના વિવિધ ભાગોમાં ખાંડના ભાવમાં નરમ વલણ નોંધાયું છે. છેલ્લાં માત્ર ચાર દિવસના ટૂંકા ગાળામાં છૂટક બજારમાં ખાંડના ભાવમાં પ્રતિ કિલો ૮ રૂપિયા સુધીનો ઘટાડો થયો છે.
દક્ષિણ મહારાષ્ટ્રમાં મિલ સ્તરે ખાંડનો ભાવ જે વધીને ૬૨ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચ્યો હતો, તે ઘટીને હવે ૫૧થી ૫૨ રૂપિયા પ્રતિ કિલોની વચ્ચે આવી ગયો છે. બજારના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જથ્થાબંધ અને મિલ સ્તરે આવેલી આ નરમાઈની સીધી અસર આગામી ૩થી ૫ દિવસમાં છૂટક બજાર પર જાેવા મળશે, જેનાથી સામાન્ય ઉપભોક્તાઓને મોટી રાહત મળશે.
મુખ્ય શહેરોમાં છૂટક ભાવની સ્થિતિ (પ્રતિ કિલો રૂપિયામાં)
મુંબઈ: રૂ. ૬૮થી ઘટીને રૂ. ૬૧
દિલ્હી: રૂ. ૬૮થી ઘટીને રૂ. ૬૨
કાનપુર: રૂ. ૬૯થી ઘટીને રૂ. ૬૨
ગુવાહાટી: રૂ. ૭૧થી ઘટીને રૂ. ૬૩
હૈદરાબાદ: રૂ. ૭૦થી ઘટીને રૂ. ૬૨
ચેન્નઈ: રૂ. ૭૦થી ઘટીને રૂ. ૬૫
મુંબઈના જથ્થાબંધ બજારમાં ખાંડ પ્રતિ ક્વિન્ટલ ૬,૭૫૦ રૂપિયાની ઉંચી સપાટીએથી ૯૫૦ રૂપિયા ઘટીને ૫,૮૦૦ રૂપિયા પર આવી ગઈ છે. આ જ રીતે દિલ્હી અને કાનપુરમાં પણ જથ્થાબંધ ભાવમાં પ્રતિ ક્વિન્ટલે ૬૦૦ રૂપિયા સુધીનો મોટો ઘટાડો નોંધાયો છે.
સરકાર દ્વારા લેવાયેલાં મુખ્ય પગલાં:
સ્ટોક લિમિટ લાગુ: ગેરકાયદે સંગ્રહખોરી રોકવા માટે વેપારીઓ અને મોટા ગ્રાહકો માટે સંગ્રહ મર્યાદા (જીર્ંષ્ઠા ન્ૈદ્બૈં) નિર્ધારિત કરવામાં આવી છે, જેનાથી બજારમાં ખાંડની ઉપલબ્ધતા વધી છે.
દેશવ્યાપી તપાસ ઝુંબેશ: સંગ્રહખોરી રોકવા માટે સંબંધિત તંત્ર દ્વારા દેશભરમાં ૧,૦૦૦થી વધુ સ્થળોએ અચાનક તપાસ અને ચકાસણી હાથ ધરવામાં આવી છે.
ઓગસ્ટ કોટા છૂટો કરવા આદેશ: શુગર મિલોને ઓગસ્ટ મહિનાનો નિર્ધારિત કોટા તાત્કાલિક બજારમાં મોકલવા સૂચના આપવામાં આવી છે.
ડ્યુટી-ફ્રી આયાત: સરકારે ૧૦ લાખ મેટ્રિક ટન ખાંડની ડ્યુટી-ફ્રી આયાતને મંજૂરી આપી છે, જેમાંથી ૭૦થી ૮૦ હજાર ટનની પ્રથમ ખેપ સપ્ટેમ્બરના મધ્ય સુધીમાં ભારતીય બંદરો પર પહોંચવાની ધારણા છે.
આગામી તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને બજારમાં પૂરતો પુરવઠો જાળવી રાખવા અને ભાવ નિયંત્રણમાં રાખવા સરકાર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે, જેથી આવનારા સપ્તાહોમાં ભાવ વધુ સ્થિર અને સસ્તા થવાની સંભાવના છે.





