રાજામૌલીની ઇઇઇનો રેકોર્ડ તોડ્યો યશની ટૉક્સિકે ૪ દિવસમાં જ હિન્દીમાં કરી ૧૦૦ કરોડની કમાણી ટૉક્સિકે અત્યારસુધીમાં કૂલ ૧૦૫ કરોડથી વધુની કમાણી કરી લીધી છે. જ્યારે ફિલ્મની કૂલ પેન ઈન્ડિયા કમાણી ૧૭૭.૫૮ કરોડ રહી છે યશની ફિલ્મ ટૉક્સિક ખરાબ વર્ડ ઓફ માઉથ પબ્લિસિટી છતાં ૪ દિવસમાં બોક્સ ઓફિસ પર રેકોર્ડ્સ તોડી રહી છે. હિન્દી કમાણીનો આંકડો ૧૦૦ કરોડને પાર કરી ચૂક્યો છે. આ સાથે જ યશની આ ફિલ્મે એસ.એસ.રાજામૌલીને પણ પાછળ છોડી દીધા છે. એ પણ એવા સમયે જ્યારે ફિલ્મનાં રિવ્યૂ મોટાભાગે ખરાબ મળી રહ્યાં હતા. અમુક લોકો પર મેકર્સે કાયદેસરની કાર્યવાહી પણ કરી, જેની ઘણી ચર્ચા પણ થઈ છે.યશની આ ફિલ્મ ૨૬ ઓગસ્ટે ઓનમનાં તહેવારે રિલીઝ થઈ હતી. જે બુધવારે રિલીઝ થઈ હતી. જેનો સીધો હેતુ લાંબા વીકેન્ડનો ફાયદો ઉઠાવવાનો હતો. પ્રથમ દિવસે ફિલ્મે ૫૦ કરોડનું નેટ કલેક્શન મેળવ્યું તે પછીથી સતત તેની કમાણીમાં ઘટાડો થયો. રક્ષાબંધનની રજા પર પણ તેની કમાણીમાં કંઈ ખાસ અસર જાેવા મળી નહોતી. જાેકે, હવે ૪ દિવસ પસાર થયા બાદ ટૉક્સિકે બોક્સ ઓફિસ પર ૪ દિવસમાં હિન્દી વર્ઝનમાં ૧૦૦ કરોડનો આંક પાર કરી લીધો છે. ટૉક્સિકે અત્યારસુધીમાં કૂલ ૧૦૫ કરોડથી વધુની કમાણી કરી લીધી છે. જ્યારે ફિલ્મની કૂલ પેન ઈન્ડિયા કમાણી ૧૭૭.૫૮ કરોડ રહી છે. ચોંકાવનારી વાત એ છે કે, યશની ફિલ્મને જાે કોઈ ભાષામાં સૌથી વધુ લોકોએ નિહાળી હોય તો તે કન્નડ છે. ત્યાં ૪૦ ટકા ઓક્યૂપેન્સી નોંધાઈ છે. એસ.એસ.રાજામૌલીની ફિલ્મ ઇઇઇએ ૫ દિવસમાં ૧૦૦ કરોડનો આંક પાર કર્યાે હતો. યશે આ ફિલ્મ પ્રોડ્યૂસ કરવાની સાથોસાથ તેની રાઈટિંગમાં પણ યોગદાન આપ્યું છે.




