મહારાજા ફિલ્મ જૂન ૨૦૨૪માં રિલીઝ થઈ હતી હોલિવૂડમાં રિમેક થનારી પહેલી તમિલ ફિલ્મ ‘મહારાજા’ બનશે વિજય સેતુપતિ અને અનુરાગ કશ્યપ અભિનિત ફિલ્મને હોલિવૂડ સ્ટુડિયોએ રિમેક માટે પસંદ કરી
નિથિલન સામીનાથનના ર્નિદેશનમાં બનેલી તમિલ ફિલ્મ ‘મહારાજા’ની હવે હોલિવૂડમાં રિમેક થવા જઈ રહી છે. વિજય સેતુપતિ અને અનુરાગ કશ્યપની આ ફિલ્મને હોલિવૂડમાં રિમેક થનારી પહેલી તમિલ ફિલ્મ તરીકે નિર્માતાઓએ સત્તાવાર રીતે જાહેર કરી છે. બુધવારે ફિલ્મના નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર આ માહિતી શેર કરી હતી.નિર્માતાઓએ પોસ્ટમાં ફિલ્મને “ઐતિહાસિક સીમાચિહ્ન” ગણાવતાં જણાવ્યું કે ‘મહારાજા’ કોઈ મોટા હોલિવૂડ સ્ટુડિયો દ્વારા હોલિવૂડમાં બનાવવામાં આવનારી પહેલી તમિલ ફિલ્મ બનશે. જાહેરાત બાદ ફિલ્મના કલાકારો અને ડિરેક્ટરને ચાહકોએ સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવ્યા હતા.દરમિયાન, રિમેકમાં લીડ રોલ માટે હોલિવૂડ અભિનેતા મેથ્યુ મેકકોનૉહીના નામની ચર્ચા ચાલી રહી છે. જાેકે, તેના કાસ્ટિંગ અંગે સત્તાવાર જાહેરાત થઈ નથી. ફિલ્મના નિર્માતા સુધન સુંદરમે ટાઈમ્સ ઑફ ઈન્ડિયાને જણાવ્યું હતું કે ચીનમાં ફિલ્મની સફળતા બાદ એક એજન્સીએ રિમેક રાઇટ્સ માટે તેમનો સંપર્ક કર્યાે હતો. તેમના જણાવ્યા અનુસાર રિમેકમાં એ-લિસ્ટ સ્ટાર સાથે વાતચીત ચાલી રહી છે અને ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષથી શરૂ થઈ શકે છે. મેકકોનૉહી અંગે તેમણે કહ્યું હતું કે તેઓ ચર્ચામાં રહેલા કલાકારોમાંના એક હોઈ શકે છે, પરંતુ અંતિમ જાહેરાત એજન્સી જ કરી શકે. જૂન ૨૦૨૪માં રિલીઝ થયેલી ‘મહારાજા’એ ભારતમાં ૭૨.૪૩ કરોડ અને વિશ્વભરમાં ૧૯૯.૨૦ કરોડની કમાણી કરી હતી. ફિલ્મના વિજય સેતુપતિ અને અનુરાગ કશ્યપના અભિનય તેમજ તેની વાર્તા માટે વખાણ થયા હતા. ફિલ્મ હાલમાં નેટફ્લિક્સ પર ઉપલબ્ધ છે.ફિલ્મની હિન્દી રિમેકના રાઇટ્સ આમિર ખાને મેળવ્યા હોવાના પણ અહેવાલો છે. જાેકે, હિન્દી અને હોલિવૂડ બંને રિમેક અંગે વધુ વિગતોની સત્તાવાર જાહેરાતની રાહ જાેવાઈ રહી છે.




