ચીન કનેક્શનને કારણે અટવાયેલી છે ફિલ્મ સલમાન ખાનની ‘માતૃભૂમિ’ને સેન્સર તરફથી હજુ રાહત નહીં સોશિયલ મીડિયા પર ફિલ્મને આગામી સપ્તાહે સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન સમક્ષ રજૂ કરવામાં આવશે તેવા દાવા સલમાન ખાન અભિનિત વૉર ફિલ્મ ‘માતૃભૂમિ’નાં સેન્સર સ્ક્રીનિંગને લઈને છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા અહેવાલો વચ્ચે ફિલ્મની સ્થિતિમાં હજુ કોઈ ફેરફાર થયો નથી. સોશિયલ મીડિયા પર ફિલ્મને આગામી સપ્તાહે સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન સમક્ષ રજૂ કરવામાં આવશે તેવા દાવા થયા હતા. જાેકે, ફિલ્મ સાથે સંકળાયેલા એક સુત્રે આ અહેવાલોને નકારી કાઢ્યા છે.સુત્રના જણાવ્યા મુજબ, “‘માતૃભૂમિ’ના સેન્સર સ્ક્રીનિંગ અંગે હાલમાં કોઈ અપડેટ નથી. ફિલ્મ હજુ પણ તેના ચીન કનેક્શનને કારણે અટવાયેલી છે.” સુત્રે ઉમેર્યું કે નિર્માતાઓ સમસ્યાનો ઉકેલ લાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે અને સંબંધિત સરકારી અધિકારીઓના સંપર્કમાં છે. મુદ્દો ઉકેલાયા બાદ ફિલ્મને પ્રમાણપત્ર આપે અને ત્યાર પછી તેને રિલીઝ કરવામાં આવશે.ફિલ્મની રિલીઝ આ વર્ષે થશે કે ૨૦૨૭માં જશે તે પણ સમસ્યા ક્યારે ઉકેલાય છે તેના પર ર્નિભર છે. જાે ટૂંક સમયમાં મંજૂરી મળે તો નિર્માતાઓ ૨૦૨૬માં જ રિલીઝ કરવાનું આયોજન કરશે, જાેકે આ વર્ષે થિયેટર્સમાં ઉપલબ્ધ તારીખો મર્યાદિત છે. ‘માતૃભૂમિ’ અગાઉ ‘બેટલ ઑફ ગલવાન’ નામે જાહેર થઈ હતી. ફિલ્મ ૨૦૨૦ના ભારત-ચીન સંઘર્ષની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. આ વર્ષે એપ્રિલમાં અહેવાલ આવ્યો હતો કે ફિલ્મમાં ‘ચીન’ શબ્દના ઉલ્લેખ અંગે પણ વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. જુલાઈમાં ફિલ્મ ૨૦૨૭ સુધી મુલતવી રહેવાની શક્યતા અંગે પણ અહેવાલો સામે આવ્યા હતા.




