ફેશન સેન્સ, સ્ટાઇલ અને ફીટનેસની મહારાણી શ્વેતા તિવારી મેનકા, ઉર્વશી અને રંભાના અવતારમાં બ્લેક-બ્લુ આઉટફિટમાં શ્વેતાનો ગ્લેમરસ અંદાજ અને તસવીરો જાેઇને ચાહકોએ આફરીન થઇ સોશિયલ મીડિયા ઉપર પ્રસંશાના પુષ્પો વેર્યા
ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાની શાનદાર અને ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. અભિનેત્રીએ ફરી એકવાર પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર કેટલીક સુંદર તસવીરો શેર કરી છે, જેને જાેઈને ચાહકોની નજર તેમના સ્ટાઇલિશ લુક પર ટકી ગઈ છે.ટીવીની લોકપ્રિય અભિનેત્રી શ્વેતા તિવારી પોતાની સુંદરતા અને સ્ટાઇલિશ અંદાજ માટે જાણીતી છે. ફિટનેસના મામલે પણ તે પોતાની પુત્રી પલક તિવારીને ટક્કર આપે છે. ૧૮ સપ્ટેમ્બરે શ્વેતાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર કેટલીક શાનદાર તસવીરો શેર કરી હતી, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.શ્વેતાએ શેર કરેલી તસવીરોમાં તે બ્લેક અને બ્લુ રંગના આઉટફિટમાં જાેવા મળી રહી છે. તેણે બ્લેક ટોપ પહેર્યું છે, જેના સ્લીવ્સ પર સ્ટાઇલિશ સ્ટ્રેપ્સ લગાવવામાં આવ્યા છે. આ ડિઝાઇન તેના લુકને વધુ આકર્ષક બનાવી રહી છે. અભિનેત્રીએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે, જે તેના સમગ્ર લુકમાં ચાર ચાંદ લગાવી રહ્યા છે.શ્વેતાએ હળવો મેકઅપ કર્યાે છે અને કાનમાં સિલ્વર ઈયરિંગ્સ પહેરી છે. તસવીરોમાં તે કેમેરા સામે અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જાેવા મળી રહી છે. તેનો આ લુક ચાહકોને ખાસ પસંદ આવી રહ્યો છે.ફેશન સેન્સ અને ફિટનેસ ઉપરાંત શ્વેતા તિવારીના કરિયરની વાત કરીએ તો તેને સૌપ્રથમ ૧૯૯૯માં આવેલા શો ‘કલીરે’ માં જાેવા મળી હતી. ત્યારબાદ સીરિયલ ‘કસૌટી જિંદગી કી’થી તેણે ઘર-ઘરમાં પોતાની આગવી ઓળખ બનાવી હતી.ટીવી સીરિયલ્સ ઉપરાંત શ્વેતા તિવારી ‘મિલે ના મિલે હમ’, ‘બિન બુલાયે બારાતી’ અને ‘સિંઘમ અગેઇન’ જેવી ફિલ્મોમાં પણ જાેવા મળી ચૂકી છે. આ ઉપરાંત તે ‘હમ તુમ એન્ડ ધેમ’ અને ‘ડૂ યુ વાના પાર્ટનર’ જેવા પ્રોજેક્ટ્સનો પણ હિસ્સો રહી ચૂકી છે.




