ગરૂડ પુરાણ પર આધારીત ફિલ્મ હશે અજય દેવગણની થ્રીલરનું નામ બદલી સૂર્યસ્પર્શ કરવામાં આવ્યું ૨૦૨૭ના ઉત્તરાર્ધમાં રજૂ થનારી આ હોરર ફિલ્મનું શૂટિંગ નવેમ્બર મહિનામાં કરવામાં આવશે
અજય દેવગણની ફિલ્મ ‘ગૃહ પ્રવેશ’નું નામ બદલીને હવે ‘સૂર્ય સ્પર્શ’ કરવામાં આવ્યું છે. રોહિત જુગરાજ ર્નિદેશિત ફિલ્મમાં અજય દેવગણ એક ભેદી પાત્ર ભજવતો જાેવા મળશે.ગરૂડ પુરાણ આધારીત આ ફિલ્મમાં ભગવાન વિષ્ણુ અને પક્ષીરાજ ગરૂડ વચ્ચે થતાં સંવાદની વાત વણી લેવામાં આવશે. ફિલ્મના રહસ્યમય અને ડરામણાં માહોલને જાેતાં તેનું નવું નામ ‘સૂર્યસ્પશ’ર્ યોગ્ય છે તેવો દાવો કરાયો છે.ફિલ્મને ૨૦૨૭ના ઉત્તરાર્ધમાં રજૂ કરવાની નેમ હોઇ ફિલ્મનું શૂટિંગ સપ્ટેમ્બરથી શરૂ કરી દેવામાં આવ્યું છે જે આખો નવેમ્બર મહિનો ચાલશે. અજય દેવગણ ફિલ્મનો સહ નિર્માતા પમ છે. રોહિત જુગરાજે અજય દેવગણની ૨૦૦૩માં આવેલી ફિલ્મ ‘ભૂત’માં રામ ગોપાલ વર્માના સહાયક ર્નિદેશક તરીકે કામ કર્યું હતું.




