ફિલ્મ ‘ઉડતા તીર’નું ટ્રેલર પાકિસ્તાની જાસૂસ બન્યો આયુષ્માન ખુરાના, પછી ભારતની ભક્તિ સોશિયલ મીડિયા પર ફિલ્મ ‘ધુરંધર’ની સાથે ‘ઉડતા તીર’ની સરખામણી અને કોમેન્ટ્સ કરવામાં આવી એક તરફ ‘ધુરંધર’નો હમઝા પાકિસ્તાનમાં ઘૂસીને તહલકો મચાવી રહ્યો છે, તો હવે આયુષ્માન ખુરાના ‘ઉડતા તીર’ બનીને એવી એન્ટ્રી મારી રહ્યા છે કે વાર્તા જ ઊલટી પડી જાય છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે અને પહેલી ઝલકમાં જ સ્પષ્ટ છે કે અહીં જાસૂસી, દેશભક્તિ અને પાકિસ્તાન-ભારત વાળો પૂરો મસાલો તો છે, પરંતુ તેનો અંદાજ એકદમ કોમેડીનો છે.ટ્રેલરની શરૂઆત જ એક એવા ડાયલોગથી થાય છે, ‘આ હિન્દુસ્તાનીઓ આપણા ત્યાં એક પછી એક જાસૂસ મોકલી જ રહ્યા છે પરંતુ હવે આપણો વારો છે.’ આ સાંભળતા જ ‘ધુરંધર’ની યાદ આવવી સ્વાભાવિક છે. પરંતુ તેના પછી વાર્તા એવો યુ-ટર્ન લે છે કે જાસૂસ પોતે જ ‘મિશન’ માટે સૌથી મોટો માથાનો દુખાવો બની જાય છે.આયુષ્માન ખુરાના ફિલ્મમાં પાકિસ્તાની જાસૂસ બન્યા છે. મિશન હેઠળ તે ભારત આવે છે, પરંતુ અહીં મામલો એવો બગડે છે કે તેમની યાદશક્તિ જતી રહે છે. હવે જનાબને યાદ જ નથી કે તે પાકિસ્તાન માટે જાસૂસી કરવા આવ્યા હતા. ઉલટું ભારતમાં રહેતાં-રહેતાં તેમનામાં દેશભક્તિનો એવો કીડો જાગે છે કે તે પોતાને હિન્દુસ્તાની સમજવા લાગે છે. પાકિસ્તાને જેને ભારત સામે વાપરવા માટે મોકલ્યો હતો, તે જ માણસ ભારતનો ભક્ત બનીને ફરવા લાગે છે. જેને પાકિસ્તાને ‘ઉડતા તીર’ બનાવીને ભારત મોકલ્યો, તે જ ફરી-ફરીને પાકિસ્તાનને જ ખૂંચવા લાગે છે. અને અહીંથી જ શરૂ થાય છે અસલી કોમેડીટ્રેલર જાેયા પછી સોશિયલ મીડિયા પર પણ તેની સરખામણી ‘ધુરંધર’ સાથે થવા લાગી છે. એક યુઝરે મજેદાર અંદાજમાં લખ્યું, ‘ધુરંધર જ્યારે ભૂલંધર બની જાય.’ ત્યાં જ એક અન્ય કોમેન્ટમાં કહેવામાં આવ્યું, ‘જ્યારે હમઝા પાછો જસ્કીરત બની જાય.’ રણવીર સિંહના ‘હમઝા’ વાળા સિરિયસ સ્પાઈ અવતારની સામે આયુષ્માનનું પાત્ર એકદમ ઉલટો ટ્રેક પકડતું જાેવા મળી રહ્યું છે. એક તરફ જ્યાં ‘ધુરંધર’નો ટોન હાર્ડ અને સિરિયસ છે, ત્યાં જ ‘ઉડતા તીર’ તેવા જ જાસૂસી સેટઅપને ઉઠાવીને તેમાં કોમેડીનો તડકો લગાવી રહી છે.આયુષ્માન ખુરાનાની કોમિક ટાઇમિંગ અને ‘ડ્રામેટિક આયરની’ થકી જબરદસ્ત મનોરંજન આયુષ્માન ખુરાના જ્યારે કોમેડી મોડમાં આવે છે ત્યારે તેમનો અંદાજ અલગ જ રંગ બતાવે છે. ‘ઉડતા તીર’ના ટ્રેલરમાં પણ તેમની ટાઈમિંગ અને માસૂમિયત વાળા એક્સપ્રેશન ખૂબ હસાવે છે. ખાસ વાત એ છે કે તેમનું પાત્ર પોતે નથી જાણતું કે તેની સાથે શું થઈ રહ્યું છે. દર્શકોને સત્ય ખબર છે, પરંતુ પાત્ર પોતાની જ વાર્તાથી અજાણ છે. આ જ ‘ડ્રામેટિક આયરની’ ફિલ્મની કોમેડીને વધુ મજેદાર બનાવી રહી છે.ફિલ્મમાં સારા અલી ખાન સાથે રોમાન્સ અને શાનદાર સ્ટાર કાસ્ટફિલ્મમાં સારા અલી ખાન આયુષ્માનના લવ ઇન્ટરેસ્ટના રોલમાં છે. ટ્રેલરમાં બંનેની કેમિસ્ટ્રીની સાથે રોમાન્સનો તડકો પણ જાેવા મળે છે. મતલબ જાસૂસી મિશનની વચ્ચે ઇશ્ક પણ છે અને દેશભક્તિ પણ. ઉપરથી આયુષ્માનની ભુલાયેલી યાદશક્તિ મસાલા પેકેજ પૂરું તૈયાર છે. ફિલ્મમાં ગુલશન ગ્રોવર અને રામ કપૂર પાકિસ્તાની હકૂમત સાથે જાેડાયેલા પાત્રોમાં જાેવા મળી રહ્યા છે. બંનેનો અંદાજ ટ્રેલરમાં ઘણો રસપ્રદ દેખાય છે. આ ઉપરાંત ‘ધુરંધર’માં લુલ્લી ડાકુનું પાત્ર ભજવનાર નસીમ મુગલ પણ જાેવા મળશે.




