સોનલ ચૌહાણ એક નવા પાત્ર સાથે દર્શકોનું ધ્યાન આકર્ષવા તૈયાર ૧૭ વર્ષ પછી પણ ‘ઝોયા’નો જાદુ યથાવત: કહ્યું ‘નવી ઓળખથી મને કોઈ વાંધો નથી’ ૨૦૦૮માં રિલીઝ થયેલી ‘જન્નત’માં અભિનેત્રી સોનલ ચૌહાણે ઈમરાન હાશ્મી સાથે કામ કર્યું હતું
બોલીવુડ અભિનેત્રી સોનલ ચૌહાણને ફિલ્મ ‘જન્નત’માં ભજવેલું ‘ઝોયા’નું પાત્ર આજે પણ એટલું જ યાદ કરવામાં આવે છે. ફિલ્મને રિલીઝ થયાને ૧૭ વર્ષ વીતી ગયા છે, પરંતુ દર્શકોના મનમાં સોનલની ઓળખ આજે પણ ‘જન્નતની ઝોયા’ તરીકે જ છે. ખાસ વાત એ છે કે આ ઓળખને લઈને સોનલને કોઈ અફસોસ પણ નથી. અભિનેત્રીનું કહેવું છે કે જાે લોકો વર્ષાે બાદ પણ કોઈ પાત્રના નામથી કલાકારને યાદ કરે તો તે ખરેખર ખુશીની વાત છે.૨૦૦૮માં રિલીઝ થયેલી ‘જન્નત’માં સોનલ ચૌહાણે ઈમરાન હાશ્મી સાથે કામ કર્યું હતું. ફિલ્મમાં તેના ‘ઝોયા’ના પાત્રને દર્શકોએ ખૂબ પસંદ કર્યું હતું અને આ ભૂમિકાએ સોનલને બોલીવુડમાં ખાસ ઓળખ અપાવી હતી. ફિલ્મના ગીતો અને ઈમરાન-સોનલની જાેડી પણ ખૂબ ચર્ચામાં રહી હતી. સમય પસાર થતો ગયો, સોનલે અનેક પ્રોજેક્ટ્સમાં કામ કર્યું, પરંતુ ‘ઝોયા’નું પાત્ર તેની સાથે આજે પણ અવિભાજ્ય અંગ તરીકે જાેડાયેલું છે.સોનલ ચૌહાણે આ મુદ્દે જણાવ્યું હતું કે આજે પણ જ્યારે કોઈ તેને ‘ઝોયા’ કહીને બોલાવે છે ત્યારે તેને ખરાબ લાગતું નથી. તેના બદલે તેને ખુશી થાય છે કે દર્શકોને તેનું પાત્ર આટલા વર્ષાે બાદ પણ યાદ છે. અભિનેત્રીના મતે કલાકાર માટે આ એક મોટી ઉપલબ્ધિ છે કે તેની ભૂમિકા દર્શકોના દિલમાં એટલી ઊંડી છાપ છોડી જાય કે વર્ષાે બાદ પણ લોકો તેને એ જ નામથી ઓળખે.સોનલે પોતાના કરિયરના શરૂઆતના દિવસોને પણ યાદ કર્યા હતા. ‘જન્નત’ દરમિયાન તે ઈન્ડસ્ટ્રીમાં નવી હતી અને તેને કામ તથા કરિયરને લઈને યોગ્ય માર્ગદર્શન મળતું નહોતું. સમય સાથે તેણે અલગ-અલગ ફિલ્મો અને પ્રોજેક્ટ્સમાં કામ કર્યું. તેની કરિયરની સફર તેણે વિચાર્યા મુજબ આગળ વધી ન હોવા છતાં સોનલ કહે છે કે તેને પોતાના ભૂતકાળના ર્નિણયોનો કોઈ અફસોસ નથી.હવે સોનલ ચૌહાણ એક નવા પાત્ર સાથે દર્શકોનું ધ્યાન આકર્ષવા તૈયાર છે. ‘મિર્ઝાપુર: ધ મૂવી’માં તે મુમતાઝ બીબીના પાત્રમાં જાેવા મળશે. આ ફિલ્મમાં તે રવિ કિશન સાથે સ્ક્રીન શેર કરી રહી છે. સોનલ માટે આ પાત્ર મહત્વનું છે, કારણ કે ‘ઝોયા’ જેવી એક જ ભૂમિકા સાથે જાેડાયેલી ઓળખ બાદ તે નવા અને અલગ પ્રકારના પાત્ર દ્વારા દર્શકો સુધી પહોંચવા માંગે છે.સોનલ ચૌહાણની સફર જાેતા એક વાત ચોક્કસ છે કે ૧૭ વર્ષ બાદ પણ ‘ઝોયા’નું પાત્ર તેની ઓળખનો મહત્વનો ભાગ બની ગયું છે. જાેકે, સોનલ આ ઓળખથી દૂર ભાગવાને બદલે તેને પોતાની ઉપલબ્ધિ માને છે. તેના મતે જાે કોઈ એક કલાકાર માટે તેના ભજવેલા પાત્રને દર્શકો વર્ષાે સુધી યાદ રાખે એ એક આગવી ઉપલબ્ધી છે. હવે એ જાેવું રસપ્રદ રહેશે કે ‘મુમતાઝ બીબી’ તરીકે સોનલ દર્શકોના મનમાં એવી જ નવી છાપ બનાવી શકે છે કે નહીં.




