ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પૂરી મજબૂતી આગળ વધી રહી છે. આજે આમ આદમી પાર્ટીના 41 ઉમેદવારોએ પોતાનુંએ પોતાનું ફોર્મ ભર્યું હતું. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાના માર્ગદર્શન હેઠળ આમ આદમી પાર્ટીના ઉમેદવારો મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીએ પોતાના સંગઠનમાં વર્ષોથી કામ કરી રહેલા મહેનતી અને ઈમાનદાર કાર્યકર્તાઓને તથા પદાધિકારીઓને ટિકિટ આપવામાં પ્રાથમિકતા આપી હતી. આ ઉમેદવારોમાં ડોક્ટર, વકીલ, એન્જિનિયર, સામાજિક કાર્યકર્તાઓ જેવા ઉચ્ચ કક્ષાના નાગરિકોનો સમાવેશ થાય છે. જે હંમેશા ગાંધીનગર માટે, ગાંધીનગરના લોકો માટે, ગાંધીનગરના મુદ્દાઓ માટે સતત અવાજ ઉઠાવતા રહ્યા છે. આમ આદમી પાર્ટીએ યુવાનોને આ ચૂંટણીમાં પ્રાથમિકતા આપી છે અને યુવાનો નેતૃત્વ કરે એ રીતની આમ આદમી પાર્ટી હંમેશા વિચારધારા ધરાવે છે.

ગત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 22% થી વધુ મત મળ્યા હતા અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પણ બન્યા હતા. જે સતત પાંચ વર્ષ સુધી આમ આદમી પાર્ટીમાં જ રહ્યા હતા, જ્યારે બીજી પાર્ટીના ચૂંટાયેલા કોર્પોરેટર પાર્ટી બદલીને ભાજપમાં જતા રહ્યા હતા. આના પરથી સ્પષ્ટ થાય છે કે આમ આદમી પાર્ટીના ઉમેદવારો પાર્ટી પ્રત્યે અને પ્રજા પ્રત્યે ખૂબ જ ઈમાનદાર છે અને તેઓ સતત ગાંધીનગરના લોકો માટે આવનારા સમયમાં અવાજ ઉઠાવતા રહેશે. આમ આદમી પાર્ટી આ ચૂંટણીમાં મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. શહેરની ગલીઓ ગલીઓમાં આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓ અને ઉમેદવારો પ્રચાર કરી રહ્યા છે અને પ્રજા તરફથી આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારોને જબરદસ્ત આવકાર મળી રહ્યો છે, પ્રેમ મળી રહ્યો છે અને દેખાઈ રહ્યું છે કે આ વખતે આમ આદમી પાર્ટી અને ગાંધીનગરની જનતા સાથે મળીને ગાંધીનગરમાં નવો ઇતિહાસ રચશે અને આશા રાખીએ છીએ કે ગાંધીનગરના લોકો આમ આદમી પાર્ટીને જંગી બહુમતીથી જીતાડશે અને આમ આદમી પાર્ટીના ગાંધીનગરમાં મેયર બનશે.




